World

પાકિસ્તાનમાં હિંસા, અનેક જિલ્લાઓમાં ભારે દેખાવો, બેના મોત, પોલીસ જવાનોને બંધક બનાવાયા

By GS TEAM
1 Oct 20253 mins read
TukuTouch Logo
પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) માં લોકોએ રાજકીય દમન અને આર્થિક શોષણ વિરુદ્ધ સરકાર સામે ભારે દેખાવો શરૂ કરી દીધા છે. દેખાવો વધુ ઉગ્ર થવાના કારણે સરકારે પીઓકેમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. અહીં સ્થિતિ વધુ બગડી રહી છે. અનેક જિલ્લામાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનો રિપોર્ટ સામે આવ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા બે દેખાવકારોના મોત થયા બાદ મામલો વધુ વણસી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં હિંસા, અનેક જિલ્લાઓમાં ભારે દેખાવો, બેના મોત, પોલીસ જવાનોને બંધક બનાવાયા

Pakistan Violence : પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) માં લોકોએ રાજકીય દમન અને આર્થિક શોષણ વિરુદ્ધ સરકાર સામે ભારે દેખાવો શરૂ કરી દીધા છે. દેખાવો વધુ ઉગ્ર થવાના કારણે સરકારે પીઓકેમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. અહીં સ્થિતિ વધુ બગડી રહી છે. અનેક જિલ્લામાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનો રિપોર્ટ સામે આવ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા બે દેખાવકારોના મોત થયા બાદ મામલો વધુ વણસી ગયો છે.

પંજાબ પોલીસના 164 અધિકારીઓને બંધક બનાવાયા

પીઓકેમાં સ્થિતિ એવી વણી ગઈ છે કે, પંજાબ પોલીસના 164 અધિકારીઓને બંધક બનાવી લેવાયા છે. સરકાર અને સેનાના અનેક પ્રયાસો છતાં વિરોધ અટકવાનું નામ લેતો નથી અને લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળના જવાનો સ્થિતિને કાબુ લેવા માટે દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. 

દેખાવકારો પાકિસ્તાની તંત્રથી નારાજ

પીઓકેમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનથી એવું લાગી રહ્યું છે કે, ત્યાં લોકો રાજકીય દમન, આર્થિક શોષણ, પાકિસ્તાની તંત્ર દ્વારા બળજબરીથી ખૂબ નારાજ થયેલા છે. વાસ્તવમાં શરૂઆતમાં લોટના ઊંચા ભાવ અને વીજળીના અનિયમિત પુરવઠાના કારણે પીઓકેના દેખાવો શરૂ થયા હતા. ત્યારબાદ આ દેખાવોએ વિદ્રોહનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. 

વિરોધનું કારણ

રિપોર્ટ મુજબ, કાશ્મીર સંયુક્ત નાગરિક કમિટિએ 38 માંગોની યાદી સરકારને આપી છે. તેમાં મુખ્ય માંગણીઓમાં વીજળીના દરોમાં ઘટાડો, હાઇડ્રોપાવર પરિયોજનાઓમાંથી સ્થાનિકોને હિસ્સો આપવો, ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવો અને પ્રવાસીઓ માટે આરક્ષિત વિધાનસભાની 12 બેઠકોને સમાપ્ત કરવા સહિતની માંગ સામેલ છે.

દેખાવકારો કેમ ગુસ્સે થયા?

બે વર્ષ પહેલા પીઓકેમાં લોટ, વીજળીનો નિયમિત પૂરવઠો પૂરો પાડવા સુનિશ્ચિત કરવા માટે વિરોધ શરૂ કરાયો હતો. જોકે હવે તેઓની માંગમાં કાશ્મીરના ઉચ્ચ વર્ગના લોકોને અપાતા વિશેષ અધિકારમાં કપાત, પ્રવાસીઓને વિધાનસભા સીધોમાં અપાનું અનામત ખતમ કરવાની તેમજ લોકોને મફત આરોગ્ય-શિક્ષણની સુવિધા સામેલ થઈ ગઈ છે. આ વિરોધનો સિવિલ સોસાયટીનો મુખ્ય સમૂહ જમ્મુ-કાશ્મીર સંયુક્ત આવામી એક્શન કમિટી (JKJAC) નેતૃત્વ કરી રહી છે, જેનો આરોપ છે કે સરકારે બે વર્ષ પહેલાં થયેલા કરારો પૂરા કર્યા નથી.

આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું, મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ

મુઝફ્ફરપુર-બાગ જિલ્લામાં હિંસા, બેના મોત અનેકને ઈજા

પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં JKAACનો કાફલો રાવલાકોટ અને મીરપુરથી દાદયાલ પહોંચી ગઈ છે. સ્થાનીક તંત્રએ પાલક બ્રિજ, દાદયાલ પર કન્ટેનર રાખીને તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો છે. જોકે દેખાવકારો બેરિકેટ હટાવીને મુજફ્ફરબાદ તરફ માર્ચ કરી રહ્યા છે.

બીજીતરફ મુઝફ્ફરબાદના લાલ ચોકમાં હિંસક અથડામણ થઈ છે. અહીં પાકિસ્તાની પોલીસે ગોળીબાર કરતા બે લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

રાવલાકોટમાં મોટી જનસભા યોજાઈ છે, જેમાં લોકો કાશ્મીર અને તેના કુદરીત સંશાધનો પર હકની માંગ કરી રહ્યા છે.

બાગ જિલ્લામાં પણ હિંસક અથડામણ થઈ છે. રિપોર્ટ મુજબ અહીં સ્થાનીક લોકોએ પંજાબ પોલીસના અનેક જવાનોને પકડીને બંધક બનાવી રાખ્યા છે.