- ઇસ્લામાબાદમાં મંત્રણાના બંને દોર નિષ્ફળ જતાં ટ્રમ્પને પાકિસ્તાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે તે નક્કી લાગે છે
નવી દિલ્હી : ઇસ્લામાબાદમાં મંત્રણાના બે દોર નિષ્ફળ ગયા પછી ઇરાન અને અમેરિકા બંનેને પાકિસ્તાનની મધ્યસ્થીમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે અમેરિકા, ઇરાન સાથે સીધી મંત્રણા કવાનું છે. આ પાકિસ્તાન માટે ભલે મોટા ઝટકા સમાન માનવામાં આવે છે.
અલ જઝીરા જણાવે છે કે પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા હવે પાકિસ્તાનમાં મંત્રણા કરવાને બદલે ઇરાન સાથે ફોન ઉપર સીધી મંત્રણા કરશે. ઇરાનના સાંસદ ઇબ્રાહીમ રજોઈએ કહ્યું હતું કે પાકિસ્તાને મધ્યસ્થતા માટે પોતાની વિશ્વનીયતા ગુમાવી દીધી છે. તે અમેરિકાની સામે ઝૂકી રહ્યું છે.
રજોઈએ આગળ તેમ પણ કહ્યું કે પાકિસ્તાન એક સારૂ મિત્ર અને સારૃં પાડોશી પણ છે, પણ મંત્રણા માટે તે યોગ્ય મધ્યસ્થી નથી.
ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે સાંજે ટેલીફોન ઉપર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હોર્મુઝ સ્ટેઇટસ અંગે ચર્ચા કરી હતી. આ સમુદ્રસંધિ વૈશ્વિક ઊર્જા આપૂર્તિ અને વ્યાપાર માટે મહત્વપૂર્ણ સમુદ્રીય માર્ગ છે. ડૉ. જયશંકર અને અરાઘચીએ આ પ્રશ્નનાં વિવિધ પાસાંઓ વિષે મંત્રણા કરી હતી.
ઇરાનનાં વિદેશ મંત્રાલયનું નિવેદન જણાવે છે કે તે મંત્રણામાં દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઉપસ્થિત થઇ રહેલી નવનીતમ ઘટનાક્રમો પર પણ અને તેનાં વિવિધ પાસાંઓ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો તથા આપસી સંપર્ક સતત ચાલુ રાખવા બંને નેતાઓ સહમત થયા હતા.


