Get The App

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે શું રંધાઈ રહ્યું છે? ISIને યુનુસ સરકારના આમંત્રણથી ભારત ટેન્શનમાં

Updated: Jan 23rd, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે શું રંધાઈ રહ્યું છે? ISIને યુનુસ સરકારના આમંત્રણથી ભારત ટેન્શનમાં 1 - image

Bangladesh-Pakistan Relations: બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો બનાવવા માટે સતત કામ કરી રહી છે. સત્તા સંભાળ્યા પછી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચાર મહિનામાં ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ આર્મીના એક ટોચના જનરલના નેતૃત્વમાં એક સંરક્ષણ પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

ISIની ઉચ્ચ સ્તરીય ટીમ ઢાકા પહોંચી!

હવે એવા અહેવાલો વહેતા થયા છે કે, ISIની એક ઉચ્ચ સ્તરીય ટીમ ઢાકા પહોંચી છે. આ ટીમમાં મેજર જનરલ શાહિદ આમિર ઓફિસરનો પણ સમાવેશ થાય છે, જેઓ ચીનમાં પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારી રહી ચૂક્યા છે. આ ટીમમાં બે બ્રિગેડિયર સ્તરના અધિકારીઓ, આલમ આમિર અવાન અને મોહમ્મદ ઉસ્માન જતીફનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 'ટ્રમ્પની હત્યા થશે, અમેરિકામાં અશાંતિ ફેલાશે...' પુતિનના 'બ્રેઇન' ગણાતા 'રાસપુતિન'ની ચેતવણી

ISIનું પ્રતિનિધિમંડળ 24 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશમાં રહેશે

અહેવાલો અનુસાર, ISIના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિક પણ બાંગ્લાદેશની મુલાકાતે ગયા છે. જો કે, તે આ ઉચ્ચ સ્તરીય ટીમનો ભાગ નથી. ISI અધિકારીઓ 21મી જાન્યુઆરીએ અમીરાતની ફ્લાઇટ EK-586 દ્વારા ઢાકા પહોંચ્યા હતા. આ બધા અધિકારીઓ 24મી જાન્યુઆરી સુધી બાંગ્લાદેશમાં રહેશે. માહિતી અનુસાર, ISI અધિકારીઓની આ મુલાકાત લશ્કરી અને સુરક્ષા સહયોગ સ્થાપિત કરવા માટે હોઈ શકે છે.

ભારત માટે બાંગ્લાદેશ માથાનો દુ:ખાવો!

બાંગ્લાદેશ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા સતત મજબૂત બની રહી છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. એક તરફ મોહમ્મદ યુનુસની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તે જ સમયે, એવો ભય છે કે પાકિસ્તાન હવે ભારત સામે બાંગ્લાદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે.

બદલાતા સંબંધોનો ભૂરાજકીય પ્રભાવ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતી મિત્રતા દક્ષિણ એશિયાની ભૂરાજકીય પરિસ્થિતિને બદલી શકે છે. એક તરફ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા તેના લોકશાહી ભવિષ્ય પર પ્રશ્નો ઊભા કરી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાન સાથેના તેના વધતા સંબંધો ભારત માટે એક મોટો રાજકીય પડકાર સાબિત થઈ શકે છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે શું રંધાઈ રહ્યું છે? ISIને યુનુસ સરકારના આમંત્રણથી ભારત ટેન્શનમાં 2 - image