World

સીધા અમેરિકા સુધી પ્રહાર કરી શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ બનાવી રહ્યું છે પાકિસ્તાન

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
અમેરિકા સુધી પહોંચે તેવા પરમાણુ બોમ્બ ધરાવતાં ટોચકાંવાળા ઈન્ટરકોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવવામાં પાકિસ્તાન વ્યસ્ત છે. તેમ અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ એનેસી ફોરેન અફેર્સ કમીટીને આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે. તે રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 'ઓપરેશન સિંદૂર' પછી પાકિસ્તાને તેનો પરમાણુ બોમ્બ જથ્થો વધારવા પણ ગતિવિધિ હાથ ધરી છે. જ્યારે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ બનાવવામાં ચીન તેને સહાય કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીધા અમેરિકા સુધી પ્રહાર કરી શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ બનાવી રહ્યું છે પાકિસ્તાન

Pakistan news : અમેરિકા સુધી પહોંચે તેવા પરમાણુ બોમ્બ ધરાવતાં ટોચકાંવાળા ઈન્ટરકોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવવામાં પાકિસ્તાન વ્યસ્ત છે. તેમ અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ એનેસી ફોરેન અફેર્સ કમીટીને આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે. તે રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 'ઓપરેશન સિંદૂર' પછી પાકિસ્તાને તેનો પરમાણુ બોમ્બ જથ્થો વધારવા પણ ગતિવિધિ હાથ ધરી છે. જ્યારે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ બનાવવામાં ચીન તેને સહાય કરી રહ્યું છે.

અહેવાલમાં તેમ પણ કહેવામાં કે આવા અમેરિકા સુધી પહોંચે તેમાં આઈસીબીએમ બનાવવા પાછળનો પાકિસ્તાનનો હેતુ બહુ સ્પષ્ટ છે તે એ કે જો ભારત સાથે યુદ્ધ થાય તો અમેરિકા ભારત તરફે આવતા અચકાય.

પાકિસ્તાનની આ કાર્યવાહીને અનુલક્ષીને અમેરિકા હવે તેને પરમાણુ શસ્ત્ર ધરાવતાં વિરોધી રાષ્ટ્રની યાદીમાં મુકી દે તે સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે જે કોઈ દેશ પરમાણુ શસ્ત્ર ધરાવે અને અમેરિકાનો વિરોધ કરે તેની યાદીમાં અત્યારે રશિયા, ચાયના અને નોર્થ કોરિયા છે, હવે પછી તેમાં પાકિસ્તાનનું નામ જોડાય તે સંભવિત છે.

અનામી રહેવા માગતા અમેરિકાના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે જો પાકિસ્તાન આઈ.સી.બી.એસ. ધરાવશે તો પાકિસ્તાનને 'પરમાણુ બોમ્બ ધારક વિરોધી'ની યાદીમાં મુકવા સિવાય અન્ય વિકલ્પ જ નહીં રહે. 2022માં પાકિસ્તાને 2700 કી.મી.ની રેન્જ ધરાવતા શાહીન-૩ પ્રકારના મિસાઈલ્સનો ટેસ્ટ કર્યો હતો. તે મિસાઇલ્સ ભારતનાં મોટા ભાગનાં શહેરોને આવરી લે તેવા છે.

અમેરિકા પાકિસ્તાનની આ કાર્યવાહીને ચિંતાપૂર્વક જોઈ રહ્યું છે. તેણે પાકિસ્તાનના કહેવાતા 'નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ'ની ઉપર અમેરિકા બાજનજર રાખી રહ્યું છે. તેણે પાકિસ્તાનની કાર્યવાહીને લીધે પોતાની (અમેરિકાની) કંપનીઓને પાકિસ્તાનમાંથી તેમના વહેવારો સમેટી લેવા સૂચના આપી દીધી છે.

પાકિસ્તાન અત્યારે 170 પરમાણુ બોમ્બ ધરાવે છે પરંતુ તેણે ન્યુક્લિયર નોન પ્રોસીફરેશન ટ્રીટી (અને.રિ.ટી) ઉપર હસ્તાક્ષર કર્યા નહીં.

ભારત આ બધી બાબતો પ્રત્યે સજાગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ)ને પાકિસ્તાનના પરમાણું કાર્યક્ર ઉપર ચાંપતી નજર રાખવા અનુરોધ કર્યો છે.