'તેમને દેશ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે..', ઈમરાન ખાનના મોતની અફવાઓ વચ્ચે સાંસદનો મોટો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Imran Khan Died or Alive : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના મોતની અફવાઓ પર તેમની જ પાર્ટીના એક સાંસદે પૂર્ણવિરામ મૂક્યું છે. સાંસદ ખુર્મ ઝીશાને દાવો કર્યો છે કે ઇમરાન ખાન જીવિત છે અને હાલ અડિયાલા જેલમાં જ છે. આ સાથે જ તેમણે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે ઇમરાન પર જેલમાંથી બહાર નીકળવા અને દેશ છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
સાંસદે કર્યો મોટો દાવો
સાંસદ ખુર્મ ઝીશાને જણાવ્યું કે, "એક મહિનો થઈ ગયો છે અને ખાનને જેલમાં એકાંતમાં રાખવામાં આવ્યા છે. તેમના પરિવાર, વકીલો કે પાર્ટીના નેતાઓને પણ તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. આ માનવાધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એવું લાગે છે કે તેમની હિંમત તોડવાનો અને તેમને દેશ છોડવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."
ક્યારે થયો વિવાદ?
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોર્ટના આદેશ છતાં ઇમરાન ખાનના પુત્ર કાસિમ અને તેમની બહેનોને જેલમાં મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઘટના બાદ એવી અટકળોએ જોર પકડ્યું હતું કે જેલમાં જ ઇમરાન ખાનની હત્યા કરી દેવામાં આવી છે. તેમના પુત્ર કાસિમે પણ કહ્યું હતું કે છેલ્લા છ અઠવાડિયાથી તેમના પિતાને ફાંસીની સજાના કેદીઓ માટેની કોટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમની સાથે કોઈ સંપર્ક નથી. આ નિવેદનો બાદ પાકિસ્તાની સેના અને શહબાઝ શરીફ સરકાર પર દબાણ વધ્યું હતું, જેના પગલે હવે પાર્ટીના નેતાઓને ઇમરાનના જીવિત હોવાની ખાતરી આપવામાં આવી છે.









