World

પાકિસ્તાને પીઓકેમાં દેખાવોને ડામવા ઘેરો ઘાલતાં અન્ન,બળતણ અને દવાઓની અછત

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં જીવનજરૂરી ચીજોના પુરવઠાના અભાવે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. PoK વિધાનસભાની 12 બેઠકોના વિવાદને કારણે 'જોઇન્ટ અવામી એક્શન કમિટી' દ્વારા બંધનું એલાન અપાયું હતું. આ વિરોધને કચડવા પાકિસ્તાને અન્ન, બળતણ અને દવાઓનો પુરવઠો બંધ કરતાં પુંચ અને રાવલકોટના લોકો રાશન માટે રાવલપિંડી અને ઇસ્લામાબાદ જવા મજબૂર બન્યા છે. 58 લોકોના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાને પીઓકેમાં દેખાવોને ડામવા ઘેરો ઘાલતાં અન્ન,બળતણ અને દવાઓની અછત
  • પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં દેખાવોથી રોજિંદુ જીવન ઠપ
  • પીઓકેના પુંચ અને રાવલકોટના રહેવાસીઓ જીવનાશ્યવક ચીજો આટો-દાલ-ચોખા ખરીદવા રાવલપિંડી અને ઇસ્લામાબાદ જાય છે
    નવી દિલ્હી : પીઓકેની વિધાનસભામાં બાર બેઠકો ભારતના કબજા હેઠળના કાશ્મીરમાંથી આવેલાં નિરાશ્રિતો માટે અનામત રાખવાના મામલે થયેલાં વિવાદને કારણે દેખાવો વ્યાપક બનતાં જોઇન્ટ અવામી એક્શન કમિટીએ બંધનું એલાન આપવાને પગલે જીવનાવશ્યક ચીજોનો પુરવઠો ખોરવાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર-પીઓકેમાં થઇ રહેલાં વિરોધને કચડી નાંખવા ઇસ્લામાબાદે અન્ન, બળતણ અને દવાઓનો પુરવઠો બંધ કરી દીધો છે. જો કે પાકિસ્તાની સત્તાવાળાઓએ આવો કોઇ ઘેરો ઘાલવામાં આવ્યો હોવાનું નકારી કાઢ્યું હતું.
    દેખાવોનો સામનો કરવા પાકિસ્તાને જોઇન્ટ અવામી એક્શન કમિટીને આતંકી સંગઠન જાહેર કરી તેના ટેકેદારો પર જુલમ કરવા માંડયો છે.
    સ્થાનિક જૂથોના જણાવ્યા અનુસાર ઇસ્લામાબાદ આ બેઠકોનો ઉપયોગ કરી ચૂંટણીમાં ઘાલમેલ કરી પોતાને અનુકૂળ સરકાર બેસાડે છે. પાકિસ્તાને આ દેખાવોને ડામવા ભરેલાં પગલાંઓમાં ૫૮જણાંના મોત થયા છે.
    પીઓકેમાં દેખાવોને કારણે જનજીવન ઠપ થઇ ગયું છે અને ઇન્ટરનેટ તથા મોબાઇલ સેવાઓ પણ ખોરવાઇ ગઇ છે. તેમાં પણ પાકિસ્તાને ઇરાદાપૂર્વક આ વિસ્તારોમાં જીવનાવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને બંધ કરી દેતાં સ્થાનિક રહેવાસીઓ રોજિંદી જીવનજરૂરિયાતની ચીજો ખરીદવા ઇસ્લામાબાદ અને રાવલપિંડી સુધી લાંબા થાય છે.
    કરાચી સ્થિત દૈનિક ડોનના અહેવાલ અનુસાર પુંચ અને મુઝફ્ફરાબાદમાં પેટ્રોલપંપ બંધ થઇ ગયા હોવાથી વાહનચાલકોને બળતણ કાળા બજારમાંથી ખરીદવું પડે છે.
    પીઓકેના ઘણાં વિસ્તારોમાં અન્ન, બળતણ અને દવાઓની અછત હોવાથી પુંચ સેક્ટર, રાવલકોટ અને નીલમ ખીણના રહેવાસીઓની હાલત કફોડી બની ચૂકી છે.
    બીજી તરફ આંદોલન વેગ પકડી રહ્યું છે. જોઇન્ટ અવામી એક્શન કમિટીએ રાવલકોટથી મુઝફફરાબાદ સુધી એક લાખ લોકોની કૂચ યોજવાની ધમકી આપી છે.