કોરોના સંક્રમણનાં કેસ વધતા પાકિસ્તાને આ દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવ્યો
ઇસ્લામાબાદ, 30 જાન્યુઆરી 2021 શનિવાર
કોરોના વાયરસથી બેહાલ પાકિસ્તાન હવે વેક્સિન માટે ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોએ આશા વ્યક્ત કરી રહ્યું છે, પાકિસ્તાનનાં સદાબહાર દેશ ચીને તો તેની સિનોવેક વેક્સિનને હાલ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
એવું મનાઇ રહ્યું છે, કે ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહમાં ચીને પાકિસ્તાનમાં ચીન પાકિસ્તાનને કોરોના વેક્સિન મોકલી શકે છે, આ દરમિયાન કોરોનાનો નવા સ્ટ્રેનથી ડરેલા ઇમરાન ખાને બ્રિટન સહિત 6 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધો લગાવી દીધા હતા, અને હવે તે પ્રતિબંધને આગામી 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધા છે.
પાકિસ્તાનની નાગરિક ઉડ્ડયન ઓથોરીટીએ શુક્રવારે કહ્યું કે દક્ષિણ આફ્રિકા, બ્રિટન, બ્રાઝિલ, આયરર્લેન્ડ, પોર્ટુગલ, અને નેધરર્લેન્ડ સાથે સંબંધિત લોકો પર 28 ફેબ્રુઆરી સુધી ટ્રાવેલ પ્રતિબંધ અમલી રહેશે.
જો કે તેણે કહ્યું કે જો દેશની સર્વોચ્ચ કોવિડ-19 એજન્સી નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર આ દેશોનાં લોકોને દેશમાં પ્રવેશની મંજુરી આપે છે તો તેમને પ્રવેશ આપવામાં આવશે. પાકિસ્તાનમાં હાલ કોરોના કેસની સંખ્યા 5,43,214 થઇ ગઇ છે અને તેનાથી અત્યાર સુધીમાં 11,623 દર્દીઓનાં મોત થઇ ચુક્યા છે.