ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે બંધ કરેલી એરસ્પેસ વધુ એક મહિનો લંબાવી

- 23 એપ્રિલે એક મહિના સુધી એર સ્પેસ બંધ રાખી ૨૩ મેના દિવસે ફરી એક મહિના સુધી એર સ્પેસ બંધ રાખી હવે 23 જૂનથી 23 જુલાઈ સુધી તે લંબાવાઈ
ઇસ્લામાબાદ, નવી દિલ્હી : પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એર સ્પેસ તા. ૨૩મી એપ્રિલે બંધ કીર હતી તે વખતે તે એક મહિના સુધી એટલે કે ૨૩મી મે સુધી બંધ રખાઈ હતી. તે પછી ફરી એક મહિના સુધી તે પ્રતિબંધ ચાલુ રખાયો. પરિણામે ૨૩ જૂન સુધી ભારતીય વિમાનો માટે પાકિસ્તાનની એર સ્પેસ (આકાશ સીમા) વધુ એક મહિના સુધી ભારતીય વિમાનો માટે બંધ રાખી હતી. જે મુદત ૨૨ જૂને પૂરી થઇ હતી. ત્યાં તુરેત જ ૨૩ જૂનથી ફરે એક મહિના સુધી પાકિસ્તાને ભારતીય યુદ્ધ વિમાનો કે નાગરિક વિમાનો માટે તેની એર સ્પેસ બંધ રાખતાં ભારતીય વિમાનો ૨૩ જૂલાઈ સુધી ભારતનાં લશ્કરી કે નાગરિક વિમાનો પાકિસ્તાન ઉપરથી ઊડી શકશે નહીં.
આ અંગે એર ટ્રાવેલ નિષ્ણાતો કહે છે કે તેથી ભારતને લગભગ કશું જ નુકસાન થવાનું નથી. તેનાં કેરોથી શરૂ કરી છેક પશ્ચિમે યુએસનાં વિમાનગૃહો સુધી જતાં વિમાનો પાકિસ્તાનની એર સ્પેસમાંથી પસાર થતાં જ નથી. માત્ર રશિયા, યુકે, પોલેન્ડ કે મધ્ય એશિયાઈ દેશો તરફ જતાં વિમાનોને પાકિસ્તાન પરથી જવું પડે તેમ છે. તેને બદલે થોડો ચકરાવો વધુ મારવો પડે. મધ્ય એશિયાઈ દેશો સાથે એટલે સઘન વ્યાપાર ઉદ્યોગ સંબંધો નથી તેથી બહુ ચિંતા નથી.
પાકિસ્તાનનો પ્રશ્ન લઇએ તો તેને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો તથા ચીન સાથે સંપર્ક રાખવા ભારતે તેની એર સ્પેસ પાકિસ્તાન માટે બંધ રાખતાં તેને પહેલાં સીધાં દક્ષિણે કોલંબો જવું પડે અને ત્યાંથી દક્ષિણ પૂર્વ એશિયાના દેશો તથા ચીન સાથે વિમાનો દ્વારા સંપર્ક સાધી શકે જે તેને ઘણું જ મોઘું પડી શકે તેમ છે.








