નિકાસ ઘટી, લોન પર દેશનો વિકાસ... વર્લ્ડ બેંકે પાકિસ્તાનની સ્થિતિ અને GDPનો રિપોર્ટ જાહેર કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Bank Releases Pakistan GDP Report : પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ફરી એકવાર અત્યંત મર્યાદિત ગતિએ આગળ વધી રહી છે. વર્લ્ડ બેંકના પાકિસ્તાન અંગેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દેશનો વિકાસ હવે પોતાના અર્થતંત્રના જોરે નહીં, પરંતુ મુખ્યત્વે વિદેશી લોન અને વિદેશથી આવતા નાણાં પર નિર્ભર છે.
35 વર્ષમાં પાકિસ્તાનની નિકાસ 6 ટકા ઘટી
વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર 1990ના દાયકામાં જે પાકિસ્તાનની નિકાસ GDPના લગભગ 16 ટકા હતી, તે હવે ઘટીને માત્ર 10 ટકાની થઈ ગઈ છે. આ નિકાસમાં થયેલો ભારે ઘટાડો દેશની આર્થિક સ્થિરતા માટે સૌથી મોટો પડકાર છે.
આર્થિક ગ્રોથ ત્રણ ટકા પર અટક્યો
રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2025માં પાકિસ્તાનનો GDP ગ્રોથ માત્ર ત્રણ ટકા રહ્યો, જે ગયા વર્ષના 2.6 ટકાથી નજીવો વધુ છે. રિપોર્ટ મુજબ, આગામી વર્ષ 2026માં પણ આ જ ધીમી ગતિ જળવાઈ રહેશે અને આ રિકવરી માત્ર અસ્થાયી છે.
પાકિસ્તાનની આર્થિક મંદીના મુખ્ય કારણો
તાજેતરમાં આવેલા પૂર અને ખેતી પર જીવાતોના હુમલાના કારણે ગ્રામીણ અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. આ ઉપરાંત આર્થિક સુધારાઓની ધીમી પ્રક્રિયાને કારણે પાકિસ્તાનના અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ આવી રહી નથી. ફિસ્કલ ટાઇટનિંગ અને મોનેટરી પોલિસીથી મોંઘવારી થોડી નિયંત્રિત થઈ છે, પરંતુ સરકાર પર રાજકોષીય દબાણ ઘણું વધારે છે.








