World

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું વિચિત્ર નિવેદન, કહ્યું- પૂરનું પાણી વરદાન છે, ટબમાં સંગ્રહ કરો

By GS TEAM
2 Sep 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનનું પંજાબ પ્રાંત ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અજીબોગરીબ નિવેદન આપતાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે પાકિસ્તાનમાં આવેલા પૂરને વરદાન સ્વરૂપ ગણાવતાં તે વિવાદોમાં સપડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું વિચિત્ર નિવેદન, કહ્યું- પૂરનું પાણી વરદાન છે, ટબમાં સંગ્રહ કરો

Pakistan Flood: પાકિસ્તાનનું પંજાબ પ્રાંત ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અજીબોગરીબ નિવેદન આપતાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે પાકિસ્તાનમાં આવેલા પૂરને વરદાન સ્વરૂપ ગણાવતાં તે વિવાદોમાં સપડાયા છે. 

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી બોલ્યા...

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક સ્થાનિક મીડિયા ચેનલ સાથે વાત કરતાં ખ્વાજા આસિફે કહ્યું કે, પૂરને આપણે આશીર્વાદ સ્વરૂપે જોવું જોઈએ. તમામ નાગરિકોને અપીલ છે કે, તેઓ પૂરના પાણીને ટબ, બાલ્ટીમાં ભરી લો. લોકો રસ્તા પર દેખાવો કરી રહ્યા છે. તેઓ પૂરનો વિરોધ કરવાના બદલે પૂરના પાણીનો ઘરમાં સંગ્રહ કરે. આપણે આ જળને એક વરદાન સ્વરૂપે જોવું જોઈએ. આથી તેનો સંગ્રહ કરવો જોઈએ. આસિફના આ નિવેદનની પાકિસ્તાનમાં ભારે ટીકા થઈ રહી છે. ભારતમાં પણ તેઓ મજાકનો વિષય બન્યા છે.



આસિફ આકરી ટીકાનો ભોગ બન્યા

આસિફનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયું છે. જેમાં અનેક યુઝર્સે આકરી ટીકા કરતાં મજાક ઉડાવી છે. એક યુઝરે કહ્યું કે, શું પૂર હવે આશીર્વાદ છે? કલ્પના કરો કે લાખો પાકિસ્તાનીઓને સુશાસનની માગ કરવાના બદલે બાલ્ટીમાં પાણી ભરવા કહેવામાં આવ્યું છે. ખરેખર, સંરક્ષણ મંત્રાલયની અત્યાર સુધીની હાસ્યાસ્પદ ટીખળ છે. ટેરરિસ્તાનના આવા સ્ટેન્ડ અપ કોમેડિયનોના ટોળા જ પૂરને ભગવાનની ભેટ તરીકે ફરીથી રજૂ કરશે. આ ટિપ્પણી સાબિત કરે છે કે શિક્ષણનો અભાવ પાણી કરતાં પણ મોટી આપત્તિઓ લાવે છે. અન્ય એક યુઝરે મજાક ઉડાવી હતી કે, તે લોકોએ દરરોજે આ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવો જોઈએ. શું તેઓ દારૂ પી ગયા છે?