સુનિયોજિત રીતે ઉઈગર અને તિબેટીયનની ઓળખ નષ્ટ કરી રહ્યું છે ચીનઃ રિપોર્ટ
હાન હોટેલ્સમાં ઉઈગરોના રહેવા કે જમવા પર પ્રતિબંધ, ઉઈગર બાળકોના 29 નામો પર પ્રતિબંધ મુકાયો
બીજિંગ, તા. 19 જુલાઈ 2020, રવિવાર
ચીન એક સમયે પાછલી શતાબ્દી પહેલા 50 વર્ષ સુધી યુદ્ધગ્રસ્ત હતું પરંતુ હવે તેણે અડધા ડઝન કરતા વધારે સરહદી દેશોના ક્ષેત્રો પર કબજો જમાવી દીધો છે. શી જિનપિંગે વિસ્તારવાદનું ચીની સાહસ અને સમગ્ર વિશ્વ જીતવાના મહાન માઓવાદી સપનાનું સંયોજન કર્યું છે.
હાલમાં LAC ખાતે જે અથડામણ ચાલી રહી છે તે વિસ્તારવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો વધુ એક ભયાનક પ્રયત્ન જ છે. શી જિનપિંગ એક ખાસ નીતિ અંતર્ગત અલ્પસંખ્યક ઓળખ નષ્ટ કરવાની સાથે સરહદે અલ્પસંખ્યક પ્રાંતોને અલગ કરવાના વ્યવસ્થિત પ્રયત્નોનું નેતૃત્વ કરી રહ્યા છે.
જાતિય ઓળખ નષ્ટ કરવા માટે તેમણે તિબેટ અને પૂર્વીય તુર્કેસ્તાન (શિનજિયાંગ)ના અલ્પસંખ્યક પ્રાંતો સાથે જે કર્યું છે તે જોઈએ તો સત્ય સામે આવી જશે. જિનપિંગ અને પોલિત બ્યુરોની સ્થાયી સમિતિ જાતિય અલ્પસંખ્યકો વચ્ચે ચાર ઓળખની આવશ્યકતા પર ભાર આપી રહી છે જે માતૃભૂમિ સાથે ઓળખ, ચીની રાષ્ટ્ર, ચીની સંસ્કૃતિ અને ચીની વિશેષતાઓ સાથે સમાજવાદી માર્ગ બનાવવા સમાન છે.
જિનપિંગના શાસનમાં જાતિય અને ધાર્મિક સંસ્કૃતિઓ નષ્ટ કરવા સાથે તિબેટ અને પૂર્વીય તુર્કેસ્તાની ડેમોગ્રાફી બાદ અનેક ફાસ્ટ ટ્રેક પહેલની શરૂઆત થઈ છે. વર્ષ 2014ની 28 અને 29મી મેના રોજ બેઈજિંગ ખાતે આયોજિત બીજા ઝિંજિયાંગ વર્ક ફોરમમાં 300થી વધારે ટોચની પાર્ટીઓના પદાધિકારીઓએ અને પોલિત બ્યુરોએ ભાગ લીધો હતો. તેમાં અલ્પસંખ્યકોની બહુમતી ધરાવતા ક્ષેત્રોમાં પાર્ટીની સંરચના મજબૂત કરવા અને અન્ય ઉપાયો સિવાય આંતર ક્ષેત્રીય પ્રવાસમાં તેજી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તે જ વર્ષે તુર્કેસ્તાનમાં ક્યેમો કાઉન્ટી અને અન્ય સામાજીક સુરક્ષાના લાભો સાથે આંતર વંશીય યુગલોને 10,000 RMB પ્રતિ વર્ષની રજૂઆત કરીને આંતરજાતિય લગ્નને પ્રોત્સાહન આપવા એક નવી નીતિ લાવવામાં આવી. આ પગલું ક્ષેત્રની અનન્ય સંસ્કૃતિ અને ઓળખ પર હુમલો કરવાના પ્રયત્ન સમાન હતું.
આ અલ્પસંખ્યક પ્રાંતો પર સત્તાવાર નિયંત્રણ સુનિશ્ચિત કરવા તિબેટ અને પૂર્વીય તુર્કેસ્તાનમાં હાન વસ્તી વધારાઈ રહી છે. તિબેટમાં એ રીતે હાનને વસાવવામાં આવ્યા છે કે તેણે બૌદ્ધોને પછાડી દીધા છે. આ જ રીતે હાન સમૂદાય હવે વસ્તીની રીતે વિશેષરૂપથી સરહદી ક્ષેત્રોની સાથે પૂર્વીય તુર્કિસ્તાનમાં ઉઈગર અને તુર્ક સમૂદાયને પછાડી રહ્યું છે.
જિનપિંગની તાજપોશી બાદ માનવાધિકાર ઉલ્લંઘનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. 2009ની હિંસામાં 197 લોકો માર્યા ગયા હતા તથા 2013 અને 2014ની હિંસામાં અનુક્રમે 110 અને 308 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર 2015માં અક્સૂ ક્ષેત્રમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે જ રીતે 2011 બાદ તિબેટીયન બૌદ્ધો દ્વારા પોતાની જાતને નુકસાન પહોંચાડ્યાના 129થી વધારે કેસ પ્રકાશમાં આવ્યા છે જ્યારે અનેક ધાર્મિક નેતાઓને બળજબરીપૂર્વક કસ્ટડીમાં પૂરવામાં આવ્યા છે.
અસંતુષ્ટોને દબાવવા માટે ચીને મોટા પાયે મોનિટરીંગ ટેક્નિક પર વિશ્વાસ મુક્યો છે. બંને પ્રદેશના નાગરિકોને મોનિટરિંગ એપ જિગવાંગવેશી વાપરવા મજબૂર કરવામાં આવે છે જે તેમને વાસ્તવિક સમય સાથે ટ્રેક અને મોનિટર કરે છે. ટ્રેકિંગ ઉપરાંત તે રોજગારની સ્થિતિ પર પણ નજર રાખે છે. તેમાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ, ધાર્મિક સ્થળોની મુલાકાત વગેરે પણ નોંધાય છે.
પૂર્વીય તુર્કેસ્તાનમાં ઈસ્લામિક સમૂદાયોના અસંતોષ છતા ચીન અરબીકરણની પ્રક્રિયા આગળ ધપાવી રહ્યું છે તથા ઈસ્લામિક રીતિ રિવાજ અને હજ, મદરેસા શિક્ષા વગેરેને અતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. 1980ના દશકામાં મુસ્લિમ નરસંહારની પ્રથમ લહેર વ્યાપી હતી જેમાં ઈસ્લામિક નેતાઓ અને પ્રચારકોની ઓળખ મેળવી તેમને નિશાન પર લેવામાં આવ્યા અને ઘાતક હુલ્લડોમાં તેમની હત્યા કરી દેવાઈ. 2009માં મુસ્લિમ નેતાઓની હત્યામાં ફરીથી વધારો થયો હતો જે તમામ ધાર્મિક નેતાઓના ખાત્મા સાથે આજે પણ ચાલે છે.
અલ્પસંખ્યકોને માત્ર ધાર્મિક રૂપથી જ નહીં પરંતુ સામાજીક અને સાંસ્કૃતિક રૂપે પણ અલગ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ કોમ્યુનિસ્ટ રાષ્ટ્રમાં ઉઈગર સમૂદાયને છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યો છે અને પૂર્વીય તુર્કેસ્તાનની હાન હોટેલ્સમાં ઉઈગરના રહેવા કે જમવા પર પ્રતિબંધ છે.
તાજેતરમાં સરકારે એક સૂચન બહાર પાડીને ઉઈગર બાળકો માટે 29 નામો પર પ્રતિબંધ મુકી દીધો હતો જેને અતિ ઈસ્લામિક કે ગેર ચીની માનવામાં આવતા હતા. ઉઈગર ઓળખ નષ્ટ કરવાના આવા જ એક અન્ય પ્રયત્નના ભાગરૂપે સરકારે સાર્વજનિક સ્થળે બુરખા પર પ્રતિબંધ મુક્યો છે.