Get The App

અફઘાન-તાલિબાન સામે પાક. ઝૂક્યું 48 કલાક માટે શસ્ત્ર વિરામ જાહેર

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
અફઘાન-તાલિબાન સામે પાક. ઝૂક્યું  48 કલાક માટે શસ્ત્ર વિરામ જાહેર 1 - image

- પાક. સૈન્યનો નિર્દોષ નાગરિકો પર હવાઇ હુમલો, ૧૫ના મોત

ઇસ્લામાબાદ : અફઘાન તાલિબાને પાકિસ્તાની સૈન્યને ભારે હંફાવી છે. જેને પગલે ભીસમાં આવેલા પાકિસ્તાની સૈન્યએ શસ્ત્ર વિરામની જાહેરાત કરી હતી. જેથી બાદમાં અફઘાન તાલિબાન પણ ૪૮ કલાક માટે શસ્ત્ર વિરામ માટે તૈયાર થયું હતું. આ સાથે જ પાક.-અફઘાન સરહદે હાલ તો શાંતિ છે પરંતુ પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે અફઘાનિસ્તાનના ૪૦ સૈનિકોને ઠાર માર્યા છે. જ્યારે અફઘાનિસ્તાનનો દાવો છે કે તેણે પાક.ના અનેક વિસ્તારો અને સૈન્ય પોસ્ટ પર કબજો કરી લીધો છે.   

મંગળવાર રાતથી જ બંને દેશો વચ્ચે સામ-સામા ગોળીબારો અને રોકેટ હુમલા થઈ રહ્યા છે અને સરહદ ઉપર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બુધવારે પાકિસ્તાનના મિસાઇલ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત કુલ ૧૫ અફઘાન નાગરિકોનાં મોત થયા છે. તાલિબાનોનો એક ટ્રુપ-કમાન્ડર પણ તેમાં માર્યો ગયો છે. સામેની બાજુએ પાકિસ્તાનનાં ૬ સૈનિકો માર્યા ગયા છે.

પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાને તેમની ઉપર કશી પણ ઉશ્કેરણી વિના અમારી તરફ ગોળીબારો શરૂ કર્યા હતા. તેના વળતા જવાબરૂપે અમે સામા હુમલા શરૂ કર્યા છે. પૂરી તાકાતથી અમે તેમનો સામનો કરી રહ્યા છીએ. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમના કુર્રમ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન તેઓની ફોરવર્ડ પોસ્ટસ્ તોડી નખાઈ છે. પાકિસ્તાનની એક ટેન્કનો પણ ખુર્દો કરાયો છે. તાલિબાનોએ નાની ટેન્કો પણ ઉતારી હોવાનું કહેતા બ્લુમ્બર્ગ પાકિસ્તાન સરકાર હસ્તકના રેડીયોને ટાંકતાં આ અહેવાલો આપ્યા છે. 

ઉપરાંત અનામી રહેવા માગતા સલામતી દળોના સૈનિકો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ અહેવાલો અપાયા છે. મોડેથી મળતા સમાચારો જણાવે છે કે કુલ ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તેમની કેટલીએ ટેન્કો પર પૂર્વે ભારતે જેમ કબજો જમાવ્યો હતો તે જ 'ટેક્ટિકસ'થી તાલિબાનોએ કબ્જો જમાવી દીધો છે. ભીસમાં આવેલા પાકિસ્તાને અંતે ૪૮ કલાક માટે અફઘાનિસ્તાન સાથે શસ્ત્ર વિરામની જાહેરાત કરી છે. જોકે તેમ છતા ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ છે.