Get The App

પાક.નું કારસ્તાન : પોતાના જ નાગરિકો પર આઠ બોમ્બ ફેક્યા, 30ના મોત

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
પાક.નું કારસ્તાન : પોતાના જ નાગરિકો પર આઠ બોમ્બ ફેક્યા, 30ના મોત 1 - image


- રાત્રે ખૈબરના ગામ પર પાક. એરફોર્સનો બોમ્બમારો

- આ હુમલામાં ગામના અનેક મકાનો ધ્વસ્ત, મૃતકોમાં બાળકો અને મહિલાઓ વધુ, અનેક લોકો ઘાયલ થયા

- પાકિસ્તાન તાલિબાનના કમ્પાઉન્ડમાં રખાયેલા વિસ્ફોટકો ફાટયા હોવાનો શાહબાઝ સરકારનો દાવો

ઇસ્લામાબાદ : પાકિસ્તાની સૈન્યએ પોતાના જ દેશના નાગરિકો પર હવાઇ હુમલા કર્યા હતા જેને પગલે બાળકો મહિલાઓ સહિત ૩૦ નાગરિકોનો ભોગ લીધો હતો, ખૈબર પ્રાંતમાં તિરાહ ઘાટીમાં દારા નામના ગામ પર પાકિસ્તાની એરફોર્સના ફાઇટર વિમાન જેએફ-૧૭ વિમાનોથી ઓછામાં ઓછા આઠ બોમ્બ ફેંક્યા હતા. કોઇ સામાન્ય નહીં પણ ઘાતક એલએસ-૬ બોમ્બ ફેંક્યા હતા.  

પાકિસ્તાન દ્વારા પોતાના જ દેશના ગામડાઓ પર કરાયેલા બોમ્બમારામાં ઓછામાં ઓછા ૩૦થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. જોકે આ હુમલાને લઇને પાકિસ્તાની સરકાર અને સૈન્ય હજુસુધી મૌન છે જ્યારે સ્થાનિકોએ આ હુમલાની પોલ ખોલી નાખી હતી. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦થી વધુ લોકો આ હુમલામાં ઘવાયા હતા જેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

આ બોમ્બમારામાં ગામડાનો મોટો હિસ્સો ધ્વસ્ત થઇ ગયો હતો, અનેક મકાનોનો કચ્ચરઘામ વળી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં લોકો રાત્રીના સમયે ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક જ આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં કાટમાળમાં પણ અનેક લોકો દટાયા હોવાની શંકા છે જેને પગલે તંત્ર દોડતુ થઇ ગયું હતું અને લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ હુમલાને લઇને પાકિસ્તાની સૈન્ય, સરકારની લોકોએ ભારે ટિકા કરી હતી, તેમ છતા સૈન્ય કે સરકાર તરફથી કોઇ જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. એવા અહેવાલો છે કે પાકિસ્તાની સૈન્યએ તાલિબાની આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે આ હુમલો કર્યો હોઇ શકે છે જોકે તેમાં નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે.  

Tags :