ભવિષ્યમાં પૂર્વોત્તર મોરચેથી ભારતને ઘેરવાની પાક સેના પ્રવકતાની શેખી, બાંગ્લાદેશ મિલાવશે હાથ ?
યુનુસ સરકારના ભારત વિરોધી વલણનો ફાયદો ઉઠાવી શકે છે.
પાકિસ્તાની સેનાના પ્રવકતા લેફટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીનો દાવો
નવી દિલ્હી,૫ જાન્યુઆરી,૨૦૨૫,મંગળવાર
પાકિસ્તાનની સેનાએ ભારત સાથે એક કરતા વધુ મોરચે ભવિષ્યમાં લડવાની રણનીતિ અપનાવી હોવાના સંકેત મળે છે. પાકિસ્તાની સેના બાગ્લાદેશની જમીનનો ઉપયોગ ભારત વિરુધ કરી શકે છે. પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનિર ભારત વિરુધ નવી રણનીતિ અપનાવતો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન પોતાના સ્વાર્થ માટે ઢાકાની વર્તમાન યુનુસ સરકારના ભારત વિરોધી વલણનો ફાયદો ઉઠાવી શકે છે.
પાકિસ્તાની સેનાના પ્રવકતા લેફટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ ધ ઇકોનોમિસ્ટના આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઇ પણ સંઘર્ષમાં અમે પૂર્વ ભારતથી શરુઆત કરીશું. આ ટીપ્પણીથી ભારત સામે નવો મોરચો ખોલવાના પાકિસ્તાનના નાપાક ઇરાદાનો ખ્યાલ આવે છે. સમાચારપત્રમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની અંતરિમ સરકારે પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ અખત્યાર કર્યુ છે. પાકિસ્તાન સૈન્ય પ્રવકતાનું નિવેદન એક વ્યાપક રણનીતિક ઇશારો કરે છે. તેનો ઉદ્દેશ પૂર્વમાં પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો હોય તેમ જણાય છે.