Get The App

'તમારો સમય પૂરો, હવે રાજીનામું આપી દો નહીતર...', પાકિસ્તાની સેનામાં બળવો, આર્મી ચીફને ચેતવણી

Updated: Mar 26th, 2025

GS TEAM


Google News
Google News
'તમારો સમય પૂરો, હવે રાજીનામું આપી દો નહીતર...', પાકિસ્તાની સેનામાં બળવો, આર્મી ચીફને ચેતવણી 1 - image


Pakistan News: પાડોશી દેશ પાકિસ્તાનની તકલીફો ઓછું થવાનું નામ નથી લઈ રહી. તમામ મુદ્દાઓને લઈને મુશ્કેલીઓમાં પડેલા પાકિસ્તાન પર વધુ એક મુસીબત આવી પડી છે. હાલ પાકિસ્તાનની સૌથી શક્તિશાળી સંસ્થા માટે અસ્તિત્વનું સંકટ છે. પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો છે. તેમણે ખુલ્લેઆમ રાજીનામાની માગ કરી દીધી છે. અધિકારીઓએ અસીમ મુનીરને ચેતવણી આપી દીધી છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. તેઓ રાજીનામું આપી દે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. પોતાના દ્વારા જ બળવાથી મુનીર મહામુશ્કેલીમાં મુકાયા છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, જૂનિયર અધિકારીઓએ એક પત્ર લખીને રાજીનામાની માગ કરી છે. મુનીર પર સેનાને રાજનીતિક પ્રતાડના અને વ્યક્તિગત બદલામાં ફેરવવાનો આરોપ લગાવાયો. કથિત રીતે કર્નલ, મેજર, કેપ્ટન અને જવાનોએ લખેલા પત્રમાં કહેવાયું છે કે, મુનીરના નેતૃત્વમાં પાકિસ્તાનને 1971ની જેમ પાછું ધકેલી દેવાયું છે, જ્યારે દેશને વિનાશકારી હારનો સામનો કરવો પડ્યો હતો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.

શું લખ્યું છે જૂનિયર અધિકારીઓના પત્રમાં?

પત્રમાં કહેવાયું છે કે, આ કોઈ દલીલ નથી. આ કોઈ સમજૂતી નથી. આ તમારું 1971 છે, જનરલ અને અમે તમને તેના પડછાયામાં દફન નહીં થવા દઈએ. અધિકારીઓએ મુનીર પર રાજકીય અસહમતિને દબાવવા, પત્રકારોને ચૂપ કરાવવા અને લોકતાંત્રિક તાકાતોને કચડાવાથી સેનાની પ્રતિષ્ઠાને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્રમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને હટાવ્યા બાદ થયેલી કાર્યવાહી અને 2024ની ચૂંટણીમાં થયેલી ભૂલોનો પણ ઉલ્લેખ કરાયો છે.

તાત્કાલિક રાજીનામું આપો

પત્રમાં લખ્યું છે કે, આ પાકિસ્તાન સેનાનો અવાજ છે. કર્નલ, મેજર, કેપ્ટન અને જવાન જેમણે તમને આપણા સંસ્થાન, આપણા રાષ્ટ્ર અને આપણા સન્માનને ખાડામાં જતા જોયું છે. તમારો સમય પૂરો થઈ ગયો છે. જલ્દીથી જલ્દી રાજીનામું આપી દો અથવા અમે તેને પરત લઈ લેશું જે તમે ચોર્યું છે, જરૂર પડવા પર બળપૂર્વક.

Tags :