પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર પહોંચ્યા તેહરાન, અમેરિકા-ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીતની તૈયારી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistani army chief Munir arrives in Tehran: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો છે. ખાસ કરીને સરહદી સુરક્ષા અને આતંકવાદ સામેના સહયોગ અંગે બીજા તબક્કાની મહત્વપૂર્ણ ચર્ચા આ પ્રવાસ દરમિયાન કરવામાં આવશે.
ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ અગાઉ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બકાઈએ વિકલી પ્રેસ બ્રીફિંગમાં પુષ્ટિ કરી હતી કે તેહરાન ટૂંક સમયમાં જ એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું સ્વાગત કરશે, જે ઇસ્લામાબાદમાં થયેલી ચર્ચાને આગળ વધારશે.
આ ઘટનાક્રમ શનિવાર (11 એપ્રિલ, 2026)ના રોજ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા અને શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય બેઠકના ફેઇલ થયા બાદ સામે આવી છે.
ટ્રમ્પે ઈરાન સાથે બીજા તબક્કાની વાટાઘાટો માટે આપ્યા સંકેત
આ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે મંગળવારે ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાતચીતમાં એ સંકેત પણ આપ્યા છે કે તેહરાન સાથે બીજા તબક્કાની શાંતિ વાટાઘાટો આ અઠવાડિયે ફરીથી શરૂ થઈ શકે છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકન નૌસેના ઈરાનના બંદરો પર નાકાબંધીને લાગુ કરી દેવાયા છે. અમેરિકાનું આ ઓપરેશન ઈરાનના દરિયાઈ વ્યાપારને અડચણરૂપ કરવાના ઉદ્દેશ્યથી લાગુ કરાયા છે.









