World

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરી પોતાના જ પગ પર કુહાડી મારી, બે જ મહિનામાં આટલા કરોડનું નુકસાન

By GS TEAM
10 Aug 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનને ભારતથી આવતી ફ્લાઇટ્સ માટે એરસ્પેસ બંધ કરવાથી ભારે કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) ને માત્ર બે મહિનામાં 410 કરોડ પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 127 કરોડ ભારતીય રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનના ટ્રાન્ઝિટ એર ટ્રાફિકમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરી પોતાના જ પગ પર કુહાડી મારી, બે જ મહિનામાં આટલા કરોડનું નુકસાન

Pakistan airspace ban: પાકિસ્તાનને ભારતથી આવતી ફ્લાઇટ્સ માટે એરસ્પેસ બંધ કરવાથી ભારે કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) ને માત્ર બે મહિનામાં 410 કરોડ પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 127 કરોડ ભારતીય રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનના ટ્રાન્ઝિટ એર ટ્રાફિકમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

ભારત દ્વારા સખત કાર્યવાહી

22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના આકાઓને તેના માટે જવાબદાર ઠેરવ્યા. ભારત દ્વારા સખત કાર્યવાહી કરીને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરી દીધી હતી. 

આ પણ વાંચો: એક ફાસ્ટેગ પાસ કેટલી કારમાં વાપરી શકાય? સરકારે કરી સ્પષ્ટતા

એરસ્પેસમાં ભારત સંબંધિત વિમાનોની અવરજવર પર પ્રતિબંધ

જવાબમાં, પાકિસ્તાને તેના એરસ્પેસમાં ભારત સંબંધિત વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ ભારતમાં નોંધાયેલા, ભારતીય એરલાઇન્સ/ઓપરેટર્સ દ્વારા સંચાલિત, માલિકીના અને ભાડે લીધેલા વિમાનો પર લાદવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના ટ્રાન્ઝિટ એર ટ્રાફિકમાં લગભગ 20 ટકાનો ઘટાડો

પાકિસ્તાની અખબાર ડોને પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે, 'આ પ્રતિબંધને કારણે PAA ને 24 એપ્રિલથી 30 જૂન વચ્ચે ઓવરફ્લાઇંગ ફીમાંથી થતી આવકમાં ઘટાડોનો સામનો કરવો પડ્યો. આનાથી દરરોજ 100 થી 150 ભારતીય ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ અને પાકિસ્તાનના ટ્રાન્ઝિટ એર ટ્રાફિકમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો.

આ પણ વાંચો: ‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ

પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, 2019 માં આ પ્રકારના પ્રતિબંધને કારણે અંદાજે 760 કરોડ પાકિસ્તાની રૂપિયા (લગભગ 235 કરોડ ભારતીય રૂપિયા)નું નુકસાન થયું હતું. હકીકતમાં ફેબ્રુઆરી 2019 માં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદી છાવણી પર હુમલો કર્યો હતો. આ પછી પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.