ભારત વિરુદ્ધ ચાઈનીઝ હથિયાર ફ્લોપ, મુનીર બાદ હવે પાકિસ્તાન એરફોર્સ અમેરિકાના શરણે
Pakistan Air Force Chief In America : ભારત સાથે ઘર્ષણ અને સેનાના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો ભારે પરાજય થયો હતો. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ચાઈનીઝ હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જે નિષ્ફળ જતા હવે પાકિસ્તાને પોતાના ખાસ મિત્ર ચીન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને અમેરિકાના શરણે પહોંચી ગયું છે. અમેરિકા સાથે સંરક્ષણ સંબંધો મજબૂત કરવા માટે પાકિસ્તાન એરફોર્સના (PAF) પ્રમુખ જહીર અહમદ બાબર સિદ્ધુ (Zaheer Ahmad Babar) વોશિંગ્ટન પહોંચ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાન સેના પ્રમુખ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર (Asim Munir) વોશિંગ્ટન ગયા હતા અને અહીં તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે બેઠક કરી હતી.
પાકિસ્તાન-અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે ચર્ચા
વોશિંગ્ટન પહોંચેલા પાકિસ્તાની એરફોર્સના પ્રમુખ જહીરે અમેરિકન વાયુસેનાના પ્રમુખ ઑફ સ્ટાફ જનરલ ડેવિડ એલ્વિન સહિત ટૉચના સૈન્ય અધિકારીઓ અને નેતાઓ સાથે મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ જહીરે અને પેન્ટાગોનના ટૉચના વડા અને વિદેશ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં સંરક્ષણ સહયોગ વધારવા અને ટેકનોલોજી ડિફેન્સ એક્સચેન્જને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થઈ છે.
પાકિસ્તાનને જોઈએ અમેરિકાના અત્યાધુનિક હથિયાર
સૂત્રોના જણાવ્યા મુજબ, ચીનના ઉપકરણો પર વિશ્વાસ ઉઠી ગયા બાદ પાકિસ્તાને પોતાની વાયુસેના મજબૂત બનાવવા માટે અમેરિકા સાથે સંરક્ષણ સહયોગ વધારવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાન અમેરિકાના F-16 ફાઈટર જેટ, એર ડિફેન્સ સિસ્ટમ સહિત અનેક એડવાન્સ અમેરિકન હથિયારો પર નજર નાખીને બેઠું છે. એટલું જ નહીં પાકિસ્તાન હવામાં મારતી મિસાઈલ AIM-7 સ્પૈરો, અમેરિકાએ બનાવેલી મોબિલિટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમની બેટરીયો પણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો : રશિયન નેવીના ડેપ્યુટી હેડ મિખાઇલ ગુડકોવનું મોત, યુક્રેનના હુમલામાં ગુમાવ્યો જીવ
પાકિસ્તાન ભારત વિરુદ્ધ ચાઈનીઝ હથિયારોનો ઉપયોગ કર્યો
ભારત-પાકિસ્તાન વર્ષે ઘર્ષણ થયું હતું, ત્યારે પાકિસ્તાને ચાઈનીઝ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજીતરફ ભારતે તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા અને તેના દેશમાં ઘૂસીને આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપી ચાઈનીઝ HQ-9P અને HQ-16 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો ખુરદો બોલાવી દીધો હતો.
પાકિસ્તાનને પાક્કા મિત્ર ચીન પરથી વિશ્વાસ ઉઠ્યો
એ જગજાણીતું છે કે, પાકિસ્તાન અને ચીન બંને પાક્કા મિત્રો છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટી ભાગીદારી પણ છે, છતાં પાકિસ્તાન સૌથી વધુ અમેરિકન હથિયારો પર વિશ્વાસ કરે છે. પાકિસ્તાનના એક પછી એક સેના પ્રમુખોની વોશિંગ્ટનની મુલાકાત આ વાતનો પુરાવો છે. ઘર્ષણ દરમિયાન ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી, આ દરમિયાન પાકિસ્તાને ઉપયોગ કરેલા ચાઈનીઝ હથિયારો નિષ્ફળ ગયા હતા, એટલું જ નહીં ભારતીય સેનાના હુમલામાં દુશ્મન દેશની એર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ થઈ ગઈ હતી. તેથી વોશિંગ્ટનની મુલાકાતો ચીન પ્રત્યે પાકિસ્તાનનો અસંતોષ દેખાડી રહી છે.