FOLLOW US

શું આ પાકિસ્તાની આર્મીનું ડર તો નથી ને? 24 કલાકમાં વધુ 3 નેતાએ ઈમરાનની પાર્ટી સાથે છેડો ફાડ્યો

9 મેના રમખાણો બાદ ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી અને એ કૃત્યની ટીકા પણ કરી

મલીકા બુખારીએ કહ્યું - તે કોઈના દબાણમાં નથી અને કોઈએ મને આ નિર્ણય લેવા દબાણ કર્યું નથી

Updated: May 26th, 2023

image : Twitter


પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વધુ ત્રણ નેતાઓએ ઈમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઈન્સાફ (PTI) છોડવાની જાહેરાત કરી હતી. 9 મેના રમખાણો બાદ ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. અહેવાલ અનુસાર મલીકા બુખારીએ ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હું 9 મેના રોજ બનેલી ઘટનાઓની નિંદા કરું છું. 9 મેના રોજ બનેલી ઘટના દરેક પાકિસ્તાની માટે ખૂબ જ પીડાદાયક છે.

હું કોઈ દબાણમાં નથી : મલીકા બુખારી 

પીટીઆઈ પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરતા બુખારીએ કહ્યું કે તે કોઈના દબાણમાં નથી અને કોઈએ મને આ નિર્ણય લેવા દબાણ કર્યું નથી. તેમણે કહ્યું કે એક વકીલ તરીકે હું પાકિસ્તાનમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માંગુ છું. હું પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું.

જેલમાંથી છૂટ્યા બાદ મલીકા બુખારીએ પાર્ટી છોડી દીધી 

મલીકા બુખારીએ અદિયાલા જેલમાંથી મુક્ત થયાના કલાકો પછી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી, જ્યાં તેમને જાહેર વ્યવસ્થાની જાળવણીની કલમ 4 હેઠળ ધરપકડ કરવામાં આવ્યા બાદ મોકલવામાં આવી હતી. બુખારીએ 9 મેની ઘટનાઓની તપાસ કરવાના અધિકારીઓના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે હિંસક ઘટનાઓ પાછળના લોકોને સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે કોઈ ખતરાના નિશાનને પાર કરી ગયું હોય તો કાયદા અનુસાર કાર્યવાહી થવી જોઈએ. આ સિવાય જમશેદ ચીમાએ એક અલગ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીટીઆઈ ચીફની ધરપકડ બાદ થયેલી હિંસાને કારણે તે અને તેમની પત્ની ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાર્ટી સાથે રહી શકતા નથી. હું પોતે કોર્પ્સ કમાન્ડરના ઘરે હતો. ત્યાં શું થઈ રહ્યું હતું તે જોઈને મને દુઃખ થયું. જે લોકો આમાં સામેલ હતા તેમને સજા થવી જોઈએ.

પૂર્વ નાણામંત્રી અસદ ઉમરે પણ રાજીનામુ આપ્યું 

પાકિસ્તાનના પૂર્વ નાણાં પ્રધાન અસદ ઉમરે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાનથી આવેલા એક અહેવાલ અનુસાર ઉમરે અદિયાલા જેલમાંથી છૂટ્યા પછી તરત જ આ જાહેરાત કરી હતી. ઈસ્લામાબાદમાં નેશનલ પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓમરે બુધવારે પોતાનો નિર્ણય જાહેર કર્યો.

Gujarat
IPL-2023
Magazines