World

પાક. સંરક્ષણ મંત્રીએ કબુલ્યું : ચીન ભારત વિષેની જાસૂસી માહિતી આપે છે

By GS TEAM
29 Jun 20251 min read
પાક. સંરક્ષણ મંત્રીએ કબુલ્યું : ચીન ભારત વિષેની જાસૂસી માહિતી આપે છે

- આ માહિતીમાં ભારતનાં વાયુ દળની શક્તિ જણાવાઈ છે, આથી પાકિસ્તાને તેની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા વધારી છે

ઇસ્લામાબાદ : એક મહત્ત્વનાં પરંતુ વિવાદાસ્પદ નિવેદનમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કબુલ્યું કે ભારત સાથે થયેલા સંઘર્ષ દરમિયાન ચીને ભારતની વાયુ દળની શક્તિ વિષે અમને મહત્ત્વની જાસૂસી માહિતી આપી હતી. જેથી વ્યાપક બની રહેલી તંગદિલીમાં અમને અમારી હવાઈ સંરક્ષણ શક્તિ વધુ સતેજ કરવાની તક મળી હતી.

ખ્વાજા યાસીફે વધુમાં કહ્યું હતું કે સામાન્ય સંયોગોમાં પણ મિત્ર દેશો વચ્ચે જાસૂસી માહિતીની આપ લે થતી જ હોય છે. તેમાંયે કટોકટીના સમયમાં કે યુદ્ધ વખતે તો સવિશેષ માહિતી આદાન પ્રદાન થતું હોય છે.

આ લગભગ રોજીંદી બાબત છે પરંતુ આ વખતે તો ચીને સેટેલાઇટ દ્વારા ભારતનાં યુદ્ધ વિમાનોની તસ્વીરો ખેંચી પાકિસ્તાનને મોકલી નવો જ ચીલો પાડયો છે.

ખ્વાજા આસીફે પત્રકારોને જણાવ્યું હતું કે જે દેશોના વ્યૂહાત્મક હેતુઓ સમક્ષ હોય છે તેઓ ગુપ્ત જાસૂસી માહિતીની કરતા જ હોય છે. તે રીતે અમે પણ ચીનને ભારતની સૈન્ય શક્તિ અને હીલચાલની માહિતી ચીનને આપતાં રહીએ છીએ.