'અમે યુદ્ધની પહેલ નહીં કરીએ, પરંતુ...', ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાની નાયબ વડાપ્રધાનનો બફાટ
Pahalgam Terror Attack: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી જ ભારત એક્શન મોડમાં છે. ત્યારે પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. તેના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી પદ પર બેઠેલા મોટા નેતા બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે. હાલમાં જ નાયબ વડાપ્રધાન ઇશાક ડારે કહ્યું છે કે, પાકિસ્તાન યુદ્ધની પહેલ નહીં કરે, પરંતુ જો હુમલો થયો તો બેગણી તાકાતથી જવાબ આપશે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ અહમદ શરીફ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ પહલગામ હુમલાની નિંદા કરે છે અને પાકિસ્તાન યુદ્ધની પહેલ નહીં કરે. પરંતુ ભારતે હુમલો કર્યો તો તેમનો મુકાબલો પુરી તાકાતથી કરવામાં આવશે અને બેગણી તાકાતથી જવાબ આપીશું.
તેમણે કહ્યું કે, ઘટના બાદ કેટલાક દિવસોમાં વિશ્વના નેતાઓ બોલી રહ્યા છે, જે સંયમ દાખવવાની અપીલ કરી રહ્યા છે. અમે કોઈપણ આક્રમક પગલું ભરનારા પહેલા વ્યક્તિ નહીં હોઈએ. જો કે ભારત તરફ ભારત તરફથી કોઈપણ કાર્યવાહીનો અમે ખુબ મજબૂતીથી જવાબ આપીશું. પાકિસ્તાનની સેના એલર્ટ છે અને તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છે.