થાઇલેન્ડના PM પદના ઉમેદવારે ચૂંટણીના બે સપ્તાહ પહેલાં બાળકને આપ્યો જન્મ
નવી દિલ્હી,તા. 1 મે 2023, સોમવાર
થાઈલેન્ડમાં બે સપ્તાહ બાદ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય પારો ચરમસીમાએ છે. ત્યારે ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર પટોંગટારન શિનાવાત્રાનું નામ ચર્ચાનો વિષય બનેલું છે. જે લોકો દેશની રાજનીતિને નજીકથી સમજે છે તેઓ જણાવી રહ્યા છે કે, પટોંગટારન શિનાવાત્રાની સ્થિતિ ઘણી મજબૂત છે. ચૂંટણીના લગભગ બે અઠવાડિયા પહેલા તેમણે એક બાળકને જન્મ આપ્યો છે.
વિપક્ષી ફિયુ થાઈ પાર્ટીનું નેતૃત્વ કરનાર 36 વર્ષીય રાજનેતાએ હોસ્પિટલની એક તસવીર જાહેર કરતા આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, હું ટૂંક સમયમાં તમારા બધાની વચ્ચે પાછી આવીશ. 36 વર્ષીય પેટોંગરાટનની અટક ઉંગ એન્જી છે. તેણે પોતાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના બીજા બાળકનો ફોટો શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું
પેટોંગટારન શિનાવાત્રા (Paetongtarn Shinawatra) સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે કે, મારું નામ પ્રુથાસિન સૂક્સવાસ છે, ઉપનામ થાસિન છે. તમારા સમર્થન માટે આપ સૌનો આભાર, મારી માતાના સ્વસ્થ થવા માટે થોડા દિવસો રાહ જુઓ, પછી હું પ્રેસને મળીશ.
થાક્સીન શિનાવાત્રાની પુત્રી
પેટોંગટારન શિનાવાત્રા અબજોપતિ પૂર્વ નેતા થાકસિન શિનાવાત્રાની પુત્રી છે. તેઓ ફિયુ થાઈના વડાપ્રધાન પદના ઉમેદવારોમાંના એક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રેગ્નેન્સીના અંત સુધી પેટોંગટારન શિનાવાત્રા આખા થાઈલેન્ડમાં પ્રચાર કરતી જોવા મળી હતી. હવે પાર્ટીના કાર્યકારી પ્રવક્તા રિંથીપોંડે કહ્યું છે કે, તેમને વિશ્વાસ છે કે તે 12 મેના રોજ બેંગકોકમાં ફિયુ થાઈની અંતિમ રેલીમાં હાજર રહેશે. પેટોંગટારનના પિતાએ ટ્વિટ કરતા કહ્યું કે, તેઓ તેમના સાતમા પૌત્રની સંભાળ રાખવા માટે રાજ્ય પરત ફરશે.