Get The App

'ભારત સાથે અમારા સંબંધો સારા પરંતુ...' અમેરિકાના ટેરિફ અંગે પ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
'ભારત સાથે અમારા સંબંધો સારા પરંતુ...' અમેરિકાના ટેરિફ અંગે પ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન 1 - image


Donald Trump News : અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરી કહ્યું  કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે જ્યારે અમેરિકન બજાર ભારતીય ઉત્પાદનો માટે લગભગ ખુલ્લું છે. તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી ભારત અને અમેરિકા વચ્ચે એકતરફી સંબંધ રહ્યા હતા અને તેમણે પદ સંભાળ્યા પછી તેમાં ફેરફાર કર્યા.

પત્રકારોના સવાલનો શું જવાબ આપ્યો ટ્રમ્પે

જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના 50 ટકા ટેરિફ ઘટાડવાનું વિચારશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, "ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. પરંતુ તમારે સમજવું પડશે કે ઘણા વર્ષોથી તે એકતરફી સંબંધ રહ્યો છે." 

ભારતને ફરી ટેરિફ વસૂલનારો દેશ ગણાવ્યો 

ટ્રમ્પે વધુમાં કહ્યું, "મારા આવ્યા પછી જ તે બદલાયું છે અને આ પરિવર્તન આપણી પાસે રહેલી શક્તિને કારણે થયું છે. ભારત આપણી પાસેથી વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલતું હતું, જે વિશ્વમાં સૌથી વધુ હતું. આ કારણે, અમેરિકા ભારતને ઓછો માલ વેચતું હતું, પરંતુ ભારત અમેરિકાને ઘણો માલ મોકલતું હતું કારણ કે અમેરિકા તેના પર ખૂબ જ ઓછા ટેરિફ લાદતું હતું." 

Tags :