યુરોપ, તા. 27 ઓક્ટોબર 2021 બુધવાર
ગૂગલ આજે ચેક કેમિસ્ટ ઓટો વિક્ટેરલનો 108મો જન્મદિવસ ડૂડલ બનાવીને મનાવી રહ્યુ છે. વિક્ટેરલે આધુનિક સૉફ્ટ કૉન્ટેક્ટ લેન્સનો આવિષ્કાર કરવા માટે ઓળખવામાં આવે છે. હવે સમગ્ર દુનિયામાં લગભગ 140 મિલિયન લોકો દ્વારા તેમની આંખોની જરૂરિયાત માટે ઉપયોગ કરવામાં આવે છે.
1913માં ચેક રિપબ્લિક (ત્યારે ઑસ્ટ્રિયા-હંગરી)ના પ્રોસ્ટેજોવમાં જન્મેલા વિક્ટેરલે 1936માં પ્રાગ ઈન્સ્ટીટ્યુટ ઑફ કેમિકલ ટેકનોલોજી (આઈસીટી) સાથે જૈવિક રસાયણ વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમણે 1950ના દાયકા દરમિયાન પ્રોફેસર તરીકે ભણાવતા જ આંખોના પ્રત્યારોપણ માટે એક શોષક અને પારદર્શી જેલ વિકસિત કરી હતી.
પોતે ચશ્મા પહેરતા હતા વિક્ટેરલ
રાજકીય ઉથલ-પાથલે વિક્ટેરલને આઈસીટીથી બહાર કરી દીધા પરંતુ તેમ છતાં તેમણે પોતાના વિકાસને ચાલુ રાખવાથી રોક્યો નહીં. તેમણે ઘરે પોતાના હાઈડ્રોજેલ વિકાસનુ કાર્ય કરવાનુ ચાલુ રાખ્યુ. વિક્ટેરલ પોતે ચશ્મા પહેરતા હતા.
ગૂગલે આ રીતે માન્યો આભાર
આ આવિષ્કાર અને શોધના કારણે ઓટો વિક્ટેરલે 1993માં દેશની સ્થાપના બાદ ચેક ગણરાજ્યની અકાદમીના પહેલા પ્રેસિડન્ટ પસંદ કરવામાં આવ્યા. વિક્ટેરલે તેમની 108મી જયંતી પર યાદ કરતા Google એ કહ્યુ, જન્મદિવસની શુભકામનાઓ, વિશ્વને એકબીજાને જોવામાં મદદ કરવા માટે ઓટો વિક્ટેરલ આભાર".
ઘરે જ બનાવાયા હતા કૉન્ટેક્ટ લેન્સ
1961માં ઓટો વિક્ટેરલે બાળકોના ઈરેક્ટર સેટ, એક સાઈકલ લાઈટ બેટરી, એક ફોનોગ્રાફ મોટર અને હોમમેડ ગ્લાસ ટયૂબિંગ અને મોલ્ડસથી બનેલા DIY ઉપકરણની સાથે ઘણા પહેલા સૉફ્ટ કૉન્ટેક્ટ લેન્સનુ ઉત્પાદન કર્યુ. ઓટો વિક્ટેરલની પ્રતિભાનો અંદાજો આ વાતથી લગાવાઈ શકે છે કે તેમણે પોતાના ઘરે આ લેન્સનો આવિષ્કાર કર્યો હતો.
આ માટે છે પ્રસિદ્ધ
વિક્ટેરલે કોન્ટેક્ટ લેન્સના આવિષ્કારક તરીકે સૌથી પ્રસિદ્ધ છે. તેમના આવિષ્કારોને સ્માર્ટ બાયોમેટિરિયલ્સ જેવી અત્યાધુનિક ચિકિત્સા તકનીકની પાયો નાખ્યો, જેનો ઉપયોગ માનવ જોડાણ પેશીઓને ઠીક કરવા માટે કરવામાં આવે છે, અને જૈવ ઓળખવા યોગ્ય પોલિમર તૈયાર કરવામાં ઉપયોગ થાય છે.


