ચીનના અન્ય દૂતાવાસો પણ બંધ થઈ શકે છે : ટ્રમ્પની જિનપિંગને ચેતવણી
- ટ્રમ્પે હ્યુસ્ટન દૂતાવાસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો
- દૂતાવાસ બંધ કરવાનો અમેરિકાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદાથી વિરૂદ્ધનો, બંને દેશોના સંબંધો વધારે ખરાબ થશે : ચીન
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
હ્યુસ્ટન સિૃથત ચીની દૂતાવાસમાં શંકાસ્પદ ગતિવિિધ થતી હોવાના આરોપ હેઠળ અમેરિકન સરકારે દૂતાવાસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. એ પછી પ્રમુખ ટ્રમ્પે ફરીથી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ચીન તેની હરકતો ચાલુ રાખશે તો અન્ય દૂતાવાસો પણ બંધ થઈ શકે છે.
હ્યુસ્ટન સિૃથત ચીનના વાણિજ્ય દૂતાવાસમાં રહસ્યમય ગતિવિિધ થતી હોવાથી અમેરિકાએ 48 કલાકમાં દૂતાવાસ બંધ કરી દેવાનો ચીનને આદેશ આપ્યો હતો. ચાઈનીઝ અિધકારીઓ દૂતાવાસના પ્રાંગણમાં ગુપ્ત દસ્તાવેજો સળગાવતા હોવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના પછી અમેરિકા-ચીનના સંબંધો વધારે તંગ બની ગયા છે.
ચીને આ ઘટના પછી તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો અમેરિકા આવું પગલું ભરશે તો ચીન પણ વળતું એક્શન લઈ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે કોન્સ્યૂલેટ ઓફિસ બંધ કરવી તે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. અમેરિકન સરકારે ચૂંટણીલક્ષી નિર્ણય કર્યો છે અને તેનાથી અમેરિકા-ચીનના નાગરિકો વચ્ચેના સંબંધો વધારે તંગ બનશે.
ચીને વળતી કાર્યવાહીની ધમકી આપી તે પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ચીનને વધારે આક્રમક કાર્યવાહીની ચેતવણી આપી હતી. અમેરિકામાં ચીનના કુલ છ દૂતાવાસ છે. તે સંદર્ભમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો જવાબ આપતા કહ્યું હતું કે જો ચીન તેની હરકતોચાલુ રાખશે તો અમેરિકામાં તેના અન્ય દૂતાવાસો પણ બંધ થઈ શકે છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધતી વખતે ટ્રમ્પે ચીનને સ્પષ્ટ કહ્યું હતું કે તમે બધાએ જોયું કે હ્યુસ્ટનમાં શું થઈ રહ્યું હતું. બધાને લાગ્યું કે દૂતાવાસમાં આગ લાગી છે, પરંતુ ત્યાં તો દસ્તાવેજો બાળવામાં આવી રહ્યા હતા. જો આવું જ ચાલતું રહેશે તો હું બીજા દૂતાવાસો પણ બંધ કરી દેવાનો આદેશ કરી દઈશ.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે એક નિવેદન જારી કરીને ચીનના દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એ નિવેદનમાં કહેવાયું હતું કે અમેરિકાની બૌદ્ધિક સંપદાનું અને ખાનગી માહિતીનું રક્ષણ કરવા માટે ચીનના હ્યુસ્ટન સિૃથત દૂતાવાસ બંધ કરવાનો આદેશ થયો છે.