Get The App

પાકિસ્તાનમાં 1817 હિંદુ મંદિરો અને 37 શિખ ગુરુદ્વારા જ ચાલુ સ્થિતિમાં, લઘુમતિઓના ધાર્મિક સ્થળોમાં ભારે ઘટાડો

ભાગલા પછી અનેક માઇનોરિટી એ ધાર્મિક જગ્યાઓ છોડી દીધી હતી

સ્કૂલ સિલેબસમાં નફરતી કન્ટેન્ટ હટાવી માઇનોરિટીને સ્કોલરશીપની માંગ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં 1817 હિંદુ મંદિરો અને 37 શિખ ગુરુદ્વારા જ ચાલુ સ્થિતિમાં, લઘુમતિઓના ધાર્મિક સ્થળોમાં ભારે ઘટાડો 1 - image

Pakistani Hindu News: પાકિસ્તાનની ઓન માઇનોરિટી કોકસના તાજેતરના અહેવાલ અનુસાર લઘુમતિઓના ધાર્મિક સ્થળોમાં ભારે ઘટાડો થયો છે. પાકિસ્તાનમાં ૧૮૧૭ હિંદુ મંદિરો અને ૩૭ શિખ ગુરુદ્વારા જ ચાલુ સ્થિતિમાં છે. આ ચિંતાજનક આંકડા હિંદુઓની ઘટતી જતી સંખ્યા સરકારી ઉપેક્ષાને ચિહ્નિત કરે છે. કન્વીનર સેનેટર દાનેશકુમારે કોકસ માઇનોરિટી માટેની બંધારણીય ગેરંટીને સુરક્ષામાં બદલવા માટે કડકાઇથી કામ કરવા પર ભાર મુકયો હતો. જો કે આના માટે તાત્કાલિક પોલિસી સુધારણા કરવાની જરુરીયાત હોવાનું ઉમેર્યુ હતું.

ખાસ કરીને પાકિસ્તાનનો માઇનોરિટી સમુદાય કોન્સ્ટિયૂશનલ અધિકારોને પ્રેક્ટિકલ તરીકાથી લાગુ કરવાને હકદાર છે. કમિટીના સદસ્યએ ઇવૈકયૂડ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ ઇવેકયૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી કાર્ડની કડક ટીકા કરીને મંદિરો અને ગુરુદ્વારામાં યોગ્ય મેનેજમેન્ટ નહી કરવાનો આરોપ મુકયો હતો. એટલું જ નહી ઇટીપીબીની લીડરશીપ કોઇ ગેર મુસ્લિમ અધિકારીને આપવાની માંગ કરી હતી. માઇનોરિટી સમુદાયને પોતાની હેરિટેજ સાઇટની સીધી દેખરેખ કરવા દેવામાં આવશે ત્યારે જ રેસ્ટોરેશનની કોશિષો સાચી સાબીત થશે.

એમએનએ કેસૂખલ દાસે એ વાત પર ભાર મુકયો હતો કે ૧૯૪૭ના ભાગલા પછી અનેક માઇનોરિટી એ ધાર્મિક જગ્યાઓ છોડી દીધી હતી. અનેક હિંદુઓ અને શિખ ભારત જતા રહયા હતા.આ ધાર્મિક સ્થળો જર્જરિત હાલતમાં છે કેટલાકનું તો નામોનિશાન મીટાવી દેવામાં આવ્યું છે. હકિકતમાં તો મંદિરો અને ગુરુદ્વારાને કલ્ચરલ લેન્ડમાર્ક તરીકે સાચવવાની જરુર હતી. દેશ અને વિદેશમાં મલ્ટી કલ્ચરલ ઇતિહાસનો પરિચય આપવા તીર્થયાત્રા માટે ખોલવામાં આવે તે જરુરી છે. આ કોકસના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે સ્કૂલ સિલેબસમાં નફરત પેદા કરતું કન્ટેટ દૂર કરીને માઇનોરિટી સ્ટુડન્ટસ માટે સ્કોલરશીપ શરુ કરવી, નોકરી માટે જોબ કોટા વધારવો આવશ્યક છે.