Get The App

''એક દિવસ Pok જ કહેશે : હું ભારત છું'' મોરોક્કોમાં રાજનાથ સિંહે કરેલી સ્પષ્ટ વાત

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
''એક દિવસ Pok જ કહેશે : હું ભારત છું'' મોરોક્કોમાં રાજનાથ સિંહે કરેલી સ્પષ્ટ વાત 1 - image


- પાકિસ્તાનના કબ્જા નીચેનું કાશ્મીર ભારત સાથે જોડાવા માંગે જ છે : તમે ત્યાંની નારાબાજી સંભાળી જ હશે

રબાત : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂરા વિશ્વાસ સાથે કહ્યું હતું કે, 'એક દિવસ એવો આવશે કે જ્યારે પાકિસ્તાનના કબ્જા નીચેનું કાશ્મીર સામે ચાલી ભારત સાથે જોડાઈ જશે. તેથી ભારતને કોઈ આક્રમક પગલાં લેવાની જરૂર જ નથી.' ત્યાંના વહીવટીતંત્રથી લોકો ત્રાસી ગયા છે, તેઓ તેનાથી સ્વતંત્ર થવા માંગે છે. આમ પી.ઓ. કે પોતાની મેળે જ ભારત સાથે જોડાઈ જશે ત્યાં જ તેને માટે નારાબાજી ચાલી રહી છે.

મોરોક્કો સ્થિત ભારતવંશીઓની સભાને સંબોધતાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તે સભામાં આગળ કહ્યું હતું કે પાંચ વર્ષ પૂર્વે મેં જમ્મુ અને કાશ્મીરમાં એક સૈનિક સભાને સંબોધતા આ પ્રમાણે જ કહ્યું હતું.

રાજનાથ સિંહે તે અંગે વધુમાં કહ્યું હતું કે, કેટલાક તેમ માને છે કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અમારે પાકિસ્તાનના કબ્જા નીચેનું કાશ્મીર લઈ લેવું જોઈતું હતું પરંતુ અમે તેમ ન કર્યું, કારણ કે તેમ કરવાની જરૂર ન હતી. વાસ્તવમાં પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીરના લોકો ભારત સાથે જોડાવવા માંગે છે.

રાજનાથ સિંહ મોરોક્કોમાં ભારતે સ્થાપેલી ડીફેન્સ ફેકટરીના ઉદઘાટન માટે મોરોક્કો ગયા છે. આ ફેક્ટરીનંસ ઉદઘાટન કરતાં તેઓએ ભારત-મોરોક્કો દ્વિપક્ષીય સંબંધો વિષે પણ મોરોક્કોના અગ્રણીઓ સાથે મંત્રણા કરી હતી. તેમજ મોરોક્કોના સંરક્ષણ મંત્રી અબ્દે લતીફ લાઉડીની સાથે પણ મંત્રણા કરી હતી.

Tags :