ખૈબર પખ્તુનવામાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર આત્મઘાતી હુમલો : 6 પોલીસ 7 આતંકીના મોત

- પાક- અફઘાન સીમા સતત અશાંત રહી છે
- દક્ષિણની વઝીરીસ્તાનની સીમા પરના ડેરા ઇસ્માઇલ ખાન સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ભારે શસ્ત્રો સહિત 8 આતંકી ત્રાટક્યા
પેશાવર : પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદે રહેલી કીરથાર ગિરિમાળા, કે દક્ષિણની સુલેમાન ગિરિમાળા સતત અશાંત જ રહી છે. ત્યાં સરકાર જેવું પણ કશું હોતું નથી. ઉત્તરે કીરથાર ગિરિમાળામાં 'ખાન-સાહેબ' અને દક્ષિણે બલુચિસ્તાન સીમા પરની સુલેમાન ગિરિમાળામાં અમીર સહેવારૂ જ રાજ ચાલે છે બંને વિસ્તારોમાં સતત અશાંતિ પ્રવર્તે છે. દક્ષિણ વઝીરીસ્તાન સ્થિત ડેરા ઇસ્માઇલખાન પાસેના પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર ૮ આંતકીઓએ હુમલો કર્યો હતો. આ પૈકી આત્મઘાતીઓ પણ હતા.
આ માટે પ્રાપ્ય માહિતી મુજબ એક આત્મઘાતી હુમલાખોર આત્મઘાતી હુમલો કર્યો હતો, આથી આતંકીઓ અને પોલીસ વચ્ચે યુદ્ધ પણ જામી પડયું છે. તેમાં ૭ પોલીસના મૃત્યુ થયા હતા.
જો કે, સલામતી દળોને હજી આશંકા છે કે, પર્વતીય પ્રદેશોમાં રહેલી વિશાળ સીમાઓ પાછળ હજી બીજા આતંકીઓ છૂપાયા હશે.
ડેરા ઇસ્માઇલ ખાન સ્થિત ડીસ્ટ્રીક્ટ પોલીસ ઓફિસર (ડીપીઓ) સજ્જાદ અહમદ સબ્જદાર પોતે તે આતંકીઓ સામેની કાર્યવાહી પર દેખરેખ રાખી રહ્યા છે તેઓએ ઇજાજ શહીદ પોલિસ લાઇનમાંથી વધુ સહાય પણ મંગાવી છે કે આ હુમલા પછી બીજા પણ શ્રેણીબદ્ધ હુમલા થઈ શકશે.