World

અહો આશ્ચર્યમ ઃ ચીનની એક યુનિવર્સિટીએ સ્ટુડન્ટસને પ્રેમમાં પડવાની અપીલ કરી

By GS TEAM
18 Mar 20261 min read
અહો આશ્ચર્યમ ઃ ચીનની એક યુનિવર્સિટીએ સ્ટુડન્ટસને પ્રેમમાં પડવાની અપીલ કરી

બેઇજિંગ,૧૮ માર્ચ,૨૦૨૬,બુધવાર 

શિક્ષણ સંસ્થાન આમ તો અભ્યાસ માટે હોય છે પરંતુ ચીનની એક યુનિવર્સિટીએ સ્ટુડન્ટસને પ્રેમમાં પડવાની અપીલ કરી છે. ચીનના સિચુઆન સાઉથવેસ્ટ વોકેશનલ કોલેજ ઓફ એવિએશનમાં પોતાના અધિકૃત વીચૈટ એકાઉન્ટ પર લખ્યું છે કે ૧ થી ૬ એપ્રિલ સુધી વસંત ઋતુના વેકેશનની થીમ છે. આથી ફૂલોનો નિહાળો અને રોમાંસનો આનંદ લો. ચીન જેવા દેશમાં આ પ્રકારના સંદેશ નવાઇ પમાડે તેવા છે કારણ કે ચીનમાં સામાન્ય રીતે અભ્યાસ અને વર્ક પર જ ભાર મુકવામાં આવતો હોય છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બે સપ્તાહ પહેલા ચીને ઘોષણા કરી હતી કે સ્કૂલોમાં ગરમી અને શરદીના પરંપરાગત વેકેશન ઉપરાંત વસંત અને શરદઋતુઓની રજા પણ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે કર્મચારીઓને ક્રમબદ્ધ રીતે પેડ લીવ આપવી જોઇએ. આનાથી ઘરેલું સ્તર પર માંગ વધશે, જન્મ દર વધશે અને અર્થ વ્યવસ્થાનો ફાયદો થશે. વર્ષ ૨૦૨૫માં ચીનની વસ્તી સતત ચોથા વર્ષે ઘણી હતી. ચીનનો જન્મદર  રેકોર્ડ તોડ નીચા સ્તરે જઇ રહી છે. ચીનના નિષ્ણાતો પણ વારંવાર ઘટતા જતા વસ્તીદરને લઇને ચિંતિત રહે છે આથી ચીન આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બની છે. કપલ્સને સંતાનો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. બાળકો લાલન-પાલન અને સબસીડી જેવી યોજનાઓ સામેલ છે.