અમેરિકામાં ભારતીય નર્સની હત્યા
- હત્યારો ચાકુના ઘા કરીને ભાગી ગયો હતો
(પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 29 જુલાઈ 2020, બુધવાર
એક ભારતીય મૂળની નર્સને હોસ્પિટલની બહાર જ ચાકુના અનેક ઘા મારીને હત્યા કરી દેવાઇ હતી. પાછળથી એક વાહન સાથે અથડાઇ હતી. દક્ષિણ ફલોરિડાની પોલીસ આ હત્યાને ઘરેલુ હિંસા ગણાવે છે. કેરળની ૨૬ વર્ષની મેરિન જોયને મંગળવારે કોરલ હોસ્પિટલની બહાર અનેક ઘા મારવામાં આવ્યા હતા જેના કારણે તેનું મોત થયું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મૃતક યુવતી હોસ્પિટલમાંથી બહાર નીકળી ત્યારે તેને ચાકુના અનેક ઘા મારવામાં આવ્યા હતા. હત્યારાએ પહેલા તો એને પાછળથી પકડી હતી અને પછી ચાકુના ઘા કર્યા હતા. હત્યારો ચાકુના ઘા કરીને ભાગી ગયો હતો ત્યાર પછી જો એક ટ્રક સાથે અથડાઇ હતી.પોલીસ આ ઘટનાને ઘરેલુ ઝગડા સાથે મેળવીને જુએ છે. તેમનું કહેવું હતું કે ઘરેલુ ઝગડાના કારણે જોને ઘા કરવામાં આવ્યા હશે.