World

ઑબામાને કશું કર્યા સિવાય 'નોબેલ શાંતિ પુરસ્કાર' અમસ્તો જ મળ્યો' : ટ્રમ્પનો ઘૂંઘવાટ

By GS TEAM
10 Oct 20253 mins read
ઑબામાને કશું કર્યા સિવાય 'નોબેલ શાંતિ પુરસ્કાર' અમસ્તો જ મળ્યો' : ટ્રમ્પનો ઘૂંઘવાટ

- 'નોબેલ કમિટી પશ્ચિમ તરફી છે : બાપુ, નેહરૂને પ્રાઇઝ નહીં'

- ઑબામા પૂર્વે થિયોડોર રૂઝવેલ્ટ (1906), વુડ્રો વિલ્સન (1919), જીસી કાર્ટર (2002)માં 'નોબેલ' મળ્યા : જે.એફ.કે.ને શા માટે 'શાંતિ પદક' ન અપાયું ?

વૉશિંગ્ટન : ૨૦૨૫ના વર્ષની જાહેરાત થાય તે પૂર્વે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પૂર્વ પ્રમુખ બરાક ઑબામા ઉપર વેધક પ્રહારો કરતા કહ્યું હતું કે, તેમણે દેશ કે દુનિયા માટે કશું કર્યું ન હતું છતાં તેમને શાંતિ માટેનું 'નોબેલ પ્રાઇઝ' આપવામાં આવ્યું હતું.

વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે, અમેરિકાના ૪૪મા પ્રમુખ પદે ઑબામા ૨૦૦૯થી ૨૦૧૭ સુધી અમેરિકાના પ્રમુખપદે તેઓ રહ્યા હતા. તે પૂર્વે ૨૦૦૮નું નૉબેલ શાંતિ પદક તેમને અપાયું હતું. તેમણે તેવું કશું જ કર્યું ન હતું કે જેથી તેઓ તે માટે યોગ્ય બને.

જો કે, નૉબેલ સમિતિએ તેમને આંતરરાષ્ટ્રીય રાજકારણ મજબૂત કરવા અને વિવિધ પ્રજાઓ વચ્ચે રચનાત્મક સહકાર સ્થાપવા સાથે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે, ઑબામાએ દેશ કે દુનિયા માટે કશું જ નથી સિવાય કે આ દેશમાં દેશની ખાના-ખરાબી.

આ સાથે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેઓએ તો સાત- સાત યુદ્ધો અટકાવ્યા છે જેમાં ૨૦૨૫માં થયેલા ભારત પાક સંઘર્ષ પણ સમાવિષ્ટ છે. જો કે, મેમાં થયેલ આ સંઘર્ષ અટકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પણ ફાળો હોવાનો ભારતે ઇન્કાર કર્યો છે.

ટ્રમ્પને 'શાંતિ- નોબેલ પુરસ્કાર' મળે કે ન મળે તે એક તરફ રાખી આપણે મોસ્કો સ્થિત નોબેલ કમિટી જોઈએ.

નોર્વેજિયન નોબલ કમિટી તેની ૧૬૯ સભ્યોની સુપ્રીમ લેજિસ્લેટિવ 'સ્ટોરિંગ' પાંચ સભ્યોની એક સમિતિ નિયુક્ત કરે છે તે સમિતિના સભ્યો સાંસદો હોતા નથી વર્તમાન સમિતિના સભ્યો આ પ્રમાણે છે.

૧. જોર્ગેન વાડીર્ન ફ્રીડેન્સ : તેઓ સમિતિના અધ્યક્ષ છે. હ્યુમન રાઇટ્સ એડવોકેટ છે. વય ૪૧ વર્ષની છે. લેબર પાર્ટીના ટેકેદાર છે મેડીસીન્સ સાન્સ ફ્રરિયર્સ નામક એનજીઓમાં કામ કર્યું છે તેમજ નોર્વેજિયન હેલસિન્કી સમિતિના સભ્યપદે છે.

૨. એસ્લે ટોર્જે : નોર્વેજિયન નોબેલ સમિતિના ઉપાધ્યક્ષ છે. આ સમિતિના સભ્યપદે આવ્યા તે પૂર્વે નોર્વેજિયન નોબેલ ઇન્સ્ટીટયૂટના રીસર્ચ ડાયરેક્ટર પદે હતા. તેઓ ૨૦૨૯ સુધી સમિતિના સભ્યપદે રહેશે.

૩. એન્ની ઇન્ગર : ૭૫ વર્ષના એન્ની સમિતિના સૌથી મોટી વયના સભ્ય છે. તેઓ ૧૯૯૭- ૯૯ સુધી નોર્વેના નાયબ વડાપ્રધાન પદે પણ હતા. ૧૯૯૮માં કાર્યકારી વડાપ્રધાન પદે પણ હતા. તેઓ ટોર્જેની જેમ જ ૨૦૧૮માં આ સમિતિમાં રહ્યા છે.

૪. ક્રીસ્ટી ક્લેમેન્ટ : નોર્વેની કૉન્ઝર્વેટિવ પાર્ટીના ૬૮ વર્ષના આ સભ્ય પૂર્વ- વડાપ્રધાન કેટેવિલોકના સલાહકાર પદે પણ હતા. ૨૦૨૬ સુધી તેઓ નોબેલ સમિતિના સભ્યપદે રહેશે.

૫. ગ્રી બાર્સેન : ૪૯ વર્ષના બોર્સેન એનજીઓ કેટ નોર્વેના સભ્યપદે ૨૦૨૯ સુધી આ સમિતિમાં રહેશે.

કેટલાક નિરીક્ષકો નોબેલ સમિતિ ઉપર પ્રહારો કરતા જણાવે છે કે, તે સમિતિએ મહાત્મા ગાંધીજીને, કે યુ.એન. કટોકટીવેળાએ વિશ્વયુદ્ધ થતું અટકાવવા જવાહરલાલ નેહરૂને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ પશ્ચિમના દબાણથી જ ન અપાયું. વિજ્ઞાાન ક્ષેત્રે ડૉ. રામનને તે પ્રાઇઝ આપ્યું પરંતુ જગદીશચન્દ્ર બોઝની, ડયુમોડ વાન્ચ શોધવા માટે કે વનસ્પતિમાં થતી સંવેદના અને તેનું પ્રમાણ શોધવા માટે તેઓને નોબેલ (વિજ્ઞાાન) ન અપાયું. ટ્રમ્પને પીસ પ્રાઇઝ મળે કે ન મળે પરંતુ નોબેલ સમિતિ તટસ્થ તો નથી જ તે નિશ્ચિત છે.