Brain Tumor : અમેરિકાના મેસેચ્યુસેટ્સથી એક ખૂબ જ ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક હોસ્પિટલના એક જ ફ્લોર પર કામ કરતી આશરે 10 નર્સોને બ્રેઈન ટ્યુમરછે. 1 એપ્રિલના રોજ જ્યારે ન્યૂટન વેલેસ્લી હોસ્પિટલમાં એક જ ફ્લોર પર કામ કરતી ઓછામાં ઓછી 11 નર્સોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે કેટલીક બાબતો સામે આવી હતી. અહીં પાંચમાં માળે મેટરનિટી કેર સેન્ટર ચાલે છે.
આ પહેલા પણ કેટલીક નર્સો સાથે આ સમસ્યા થઈ હતી
મળતી માહિતી પ્રમાણે, આ ફ્લોર પર કામ કરતી પાંચ નર્સોને બ્રેઈન ટ્યુમર (મગજની ગાંઠ) છે. માહિતી મુજબ આ પહેલા પણ 6 નર્સોને બ્રેઈન ટ્યુમર હતું. હાલમાં જ એક નર્સને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું છે. તેમણે કહ્યું કે, 'આ પહેલા પણ કેટલીક નર્સો સાથે આ સમસ્યા થઈ હતી.' સીબીએસ ન્યૂઝના અહેવાલ પ્રમાણે ઘણી નર્સો આ અગાઉ બ્રેઈન ટ્યુમર માટે સર્જરી કરાવી ચૂકી છે. અને તેમને હોસ્પિટલ તરફથી વધુ મદદ પણ નથી આપવામાં આવતી.
સ્ટાફમાં બ્રેઈન ટ્યુમરના કેસ વધવાં એ ચિંતાનો વિષય
એક નર્સે કહ્યું કે, 'હોસ્પિટલનું વહીવટીતંત્ર આ વાત પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી,અને કોઈ સુધારો પણ કરવામાં આવતો નથી. અહીંના સ્ટાફમાં બ્રેઈન ટ્યુમરના કેસ વધવા એ ભારે ચિંતાનો વિષય છે. આ માત્ર કોઈ સંયોગ ન હોઈ શકે. તેની પાછળનું કારણ શોધવું ખૂબ જ જરૂરી છે. CDCની ગાઈડલાઈનનું પાલન કરીને હોસ્પિટલે રેડિયેશન અને આસપાસના પર્યાવરણની તપાસ કરાવી હતી. એ પછી હોસ્પિટલે કહ્યું કે, અહીંના વાતાવરણમાં એવી કોઈ સમસ્યા નથી જેનાથી બ્રેઈન ટ્યુમર થઈ શકે.
આ પણ વાંચો: એક બાજુ વિશ્વ મંદીના ભણકારાથી ચિંતિત, બીજી બાજુ ટ્રમ્પે કહ્યું, અમીર થવાનો સમય આવી ગયો
નિષ્ણાતોનું કહેવું છે કે, રેડિએશનના આયનાઇઝિંગના કારણે આ પ્રકારના બ્રેઈન ટ્યુમર થઈ શકે છે. પરંતુ અહીં નોંધવા જેવી વાત એ છે કે, જો આ પ્રકારનું રેડિયેશન હોય છે તો, તે આખા શરીરને અસર કરે છે. ઘણી પ્રકારના કેન્સરના હોઈ શકે છે. આ માત્ર મગજને અસર કરે છે. જો રેડિયેશન સીધું માથા પર પડે તો બ્રેઈન ટ્યુમર થવાનું જોખમ રહે છે.
હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે, પાંચમા માળે કોઈ વધારાનું રેડિયેશન નથી. આ ઉપરાંત હોસ્પિટલના પીવાના પાણીને પણ નિયમિતપણે પરીક્ષણ કરવામાં આવે છે. અને લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી પણ બ્રેઈન ટ્યુમર જોખમ હજુ સુધી જોવા મળ્યું નથી.


