Get The App

પરમાણુ હથિયારો નહીં જ ઘટે, કરારોની ઐસીતૈસી : ચીનની અમેરિકાને ધમકી

- અમેરિકા પરમાણુ હથિયારો વધારી રહ્યું હોવાથી ચીન જીદે ચડયું

- અમને પણ કરારોમાં સામેલ કરવા હોય તો પહેલા અમેરિકા પરમાણુ હથિયારો ઘટાડવાનું શરૂ કરે : ચીન

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
પરમાણુ હથિયારો નહીં જ ઘટે, કરારોની ઐસીતૈસી : ચીનની અમેરિકાને ધમકી 1 - image


બેઇજિંગ, તા.10 જુલાઇ, 2020, શુક્રવાર

ચીન અને અમેરિકાની વચ્ચે તકરાર વધી રહી છે. એવા અહેવાલો છે કે પહેલી વખત અમેરિકા પરમાણુ હિથયારોમાં વધારો કરવા લાગ્યું છે. 2018માં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યોજનાને મંજૂરી આપી દીધી હતી. જે બાદ જ પરમાણુ હિથયારોની સંખ્યા વધારવાની તૈયારી અમેરિકાએ કરી લીધી હતી.

યોજના મૂજબ સાઉથ કૈરોલિનામાં 50 વિશેષ ખાડા અને 30 ન્યૂ મેક્સિકોમાં ખાડા ખોદવામાં આવશે. જેમાં પ્લૂટોનિયમના ફુટબોલ જેવા ગોલા બનાવવામાં આવશે. જે પરમાણુ હિથયારોને ટ્રિગર કરે છે, જ્યારે હવે ચીને પણ કહ્યું છે કે તે હિથયારોના કન્ટ્રોલ મુદ્દે અમેરિકાની સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી. 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું હતું કે અમેરિકા પરમાણુ હિથયારો મુદ્દે વાતચીત કરવા માટે ક્યારેય ગંભીર હતું જ નહીં. ચીન પાસે બહુ ઓછા પરમાણુ હિથયારો છે, આવી સિૃથતિમાં અમારી સાથે હિથયારોને કન્ટ્રોલ કરવા મુદ્દે વાતચીત કરવી તે યોગ્ય છે જ નહીં. ચીને હજુસુધી પોતાની પાસે કેટલા પરમાણુ હિથયારો છે તે મુદ્દે વિશ્વને સત્ય કહ્યું જ નથી.

જોકે એક અનુમાન અનુસાર ચીન પાસે 350થી વધુ પરમાણુ હિથયારો છે અને તેણે હાલમાં જ 50થી વધુ પરમાણુ હિથયારો બનાવી લીધા હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારૂ સ્ટેન્ડ બહુ જ સ્પષ્ટ છે અને તે બાબતે અમેરિકા પણ જાણે છે. અમેરિકા અને રશિયા બાદ ચીન વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હિથયારો ધરાવતો દેશ છે.

અમેરિકા પરમાણુ હિથયારો વધારી રહ્યું હોવાના રિપોર્ટ સામે આવતા જ ચીને પણ હવે ચીમકી આપી છે અને કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પરમાણુ હિથયારોની સંખ્યામાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી પરમાણુ હિથયારો ઘટાડવાની ડીલમાં ચીન સામેલ નહીં થાય. હાલ રશિયા અને અમેરિકા બન્ને પાસે મળીને આશરે પાંચ હજાર જેટલા હિથયારો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચીનને કહી ચુક્યા છે કે તે પરમાણુ હિથયારોના કન્ટ્રોલ માટેની સમજૂતીમાં સામેલ થાય. જોકે દરેક વખતે ચીને આ જ પ્રકારનો જવાબ આપ્યો છે કે પહેલા અમેરિકા પરમાણુ હિથયારો ઘટાડે પછી જ આગળ વાતચીત થશે.  તેથી ચીને પણ હવે પરમાણુ હિથયારો મુદ્દે તૈયારી કરી લીધી હોવાના અહેવાલો છે.

Tags :