World

'ન્યુક્લિયર બ્લેક મેઇલ ?' તાઇવાન સંઘર્ષ અંગે ચીન, રશિયાને અનુસરતું હોય તેમ લાગે છે

By GS TEAM
16 Oct 20252 mins read
'ન્યુક્લિયર બ્લેક મેઇલ ?' તાઇવાન સંઘર્ષ અંગે ચીન, રશિયાને અનુસરતું હોય તેમ લાગે છે

- નિષ્ણાતો કહે છે કે : ચીન- જો તાઇવાન પર હુમલો કરે, તો ચીનના પરમાણુ શસ્ત્રોના ભયે યુ.એસ. કદાચ, તાઇવાનની સહાયે જતા અટકે

તાઇપી : તાઇવાન સાથેના સંઘર્ષોમાં જો પશ્ચિમની સત્તાઓ હસ્તક્ષેપ કરશે, તો ચીન તેના પરમાણુ શસ્ત્રો ઉઠાવશે તેથી ચીને સીધી ધમકી આપી 'ન્યુક્લિયર- બ્લેકમેઇલિંગ' શરૂ કરી દીધું છે. આ સાથે યુક્રેન- યુદ્ધ અંગે રશિયાએ આપેલી ચેતવણીની યાદ તાજી થઈ રહી છે.

આ પ્રમાણે જણાવતા સી.એન.એ કહે છે કે, સપ્ટેમ્બર ૩ના દિવસે તિયેન-મેન સ્કવેરમાં યોજાયેલી મીલીટરી પરેડમાં ચીન તેના પરમાણુ શસ્ત્રો વહી શકે તેવા ૩ મિસાઇલ્સ પ્રદર્શિત કર્યા હતા. જે.એલ.-૧ હવામાંથી પ્રહાર કરી શકે બેલાસ્ટિક મિસાઇલ. (૨) જે.એલ. થ્રી સબમરીનમાંથી છોડી શકાતું ઇન્ટર કોન્ટિનેન્ટલ મિસાઇલ (૩) ડી.એફ.- ૬૧, જમીન થી જમીન ઉપર પ્રહાર કરી શકતું ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઇ.સી.બી.એમ.)

ચીનનું આ શક્તિ પ્રદર્શન જેમાં મિસાઇલ 'ત્રિપૂટી' દર્શાવવામાં આવી હતી તેથી લોકશાહી દેશોમાં ચિંતાનું મોજું વ્યાપી રહ્યું છે. સી.એન.એ. વધુમાં જણાવે છે કે, પહેલા ચીન પાસે હવામાંથી પ્રહાર કરી શકે તેવા આઇ.સી.બી.એમ્સ ન હતા પરંતુ હવે તે તેવા મિસાઇલ્સ ધરાવે છે.

આ અંગે એમ.આઇ.ટી. (મેસેચ્યુસેટ ઇન્સ્ટીટયૂટ ઑફ ટેક્નોલોજી) કી-રીસર્ચર એરિક હેગીન બોથમ જણાવે છે કે, આ ઉપરાંત ચીન 'ડીએફ- ૨૬' જેવા વ્યૂહાત્મક મિસાઇલ્સ ધરાવે છે. તે અમેરિકા જો પરમાણુ શસ્ત્ર પ્રયોગ કરે તો ચીન તે દ્વારા વળતા પ્રહારો કરી શકે આથી અમેરિકાની એકંદર 'પ્રહાર શક્તિ' અને તેને લીધે તેના વ્યાપેલા પ્રભુત્વમાં 'ઑટ' આવી શકે. જો કે, અમેરિકા ચીનનો સામનો કરવા બરોબર તૈયાર થઈ રહ્યું છે.

આ સાથે, તે વિશ્લેષક તેમ પણ કહે છે કે, અમેરિકા ઉપર ચીન જો પરમાણુ હુમલો કરશે તો તેને માટે આત્મઘાતી જ સાબિત થશે. આ દ્રષ્ટિએ જોતાં ચીન તાઇવાન પર જો હુમલો કરે તો તે મહદઅંશે પરંપરાગત યુદ્ધ સમાન બની રહેશે. પરમાણુ શસ્ત્ર પ્રયોગ તાઇવાન ઉપર નહીં કરે કારણ કે ચીન 'સલામત યુદ્ધ' કરવા વિચારે તે સહજ છે. આમ છતાં આ વિશ્લેષકે એવી પણ ભીતિ દર્શાવી છે કે 'જો અમેરિકા તાઇવાનના બચાવ માટે ટુકડીઓ મોકલે તો તેને ડરાવવા ચીન તેના પરમાણુ શસ્ત્રો તૈનાત કરે પણ ખરું. અમેરિકા એ ભીતિને સહજ રીતે નહીં જ લે, તેને તે ગંભીર રીતે લેશે. તેની પાસે તાઇવાન સ્ટ્રેઇટસ અંગે બે વિકલ્પો છે.' (૧) રાજદ્વારી રીતે તેનો ઉકેલ લાવવો (૨) બીજો વિકલ્પ છે સીધા સંઘર્ષનો પહેલા વિકલ્પમાં તો યુ.એન.ને જ વચ્ચે લાવી શકે જ્યારે બીજો વિકલ્પ તો સામસામા યુદ્ધનો જ રહેશે. આશા રાખીએ કે તે યુદ્ધ પરમાણુ યુદ્ધ બને નહીં.