Get The App

હવે બેટરી માટે લિથિયમની પણ જરુર નહી પડે, આ દેશે રેતીમાંથી ઉર્જા મેળવવાની શરું કરી

રેતીને ૬૦૦ ડિગ્રી સુધી ગરમ કરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.

ગરમી બહાર કાઢીને ઘરો અને ઉધોગને ઉર્જા સ્વરુપે આપી શકાય છે.

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
હવે બેટરી માટે  લિથિયમની પણ જરુર નહી પડે, આ દેશે રેતીમાંથી ઉર્જા મેળવવાની  શરું કરી 1 - image

ફિનલેંડમાં ૧૩ મીટર ઉંચા ટાવર જેમાં ૨૦૦૦ ટન રેતી ભરેલી છે. આ ટાવરમાં રેતીને  ૬૦૦ ડિગ્રી સુધી ગરમ કરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. આમ આ એક ગરમીનો સંગ્રહ કરવાની ટેકનીક છે. જયારે જરુર પડે ત્યારે ગરમી બહાર કાઢીને ઘરો અને ઉધોગને ઉર્જા સ્વરુપે આપી શકાય છે. આ બેટરીની સૌથી ખાસિયત એ છે કે ખૂબ સસ્તી છે. ફિનલેન્ડમાં રેતીને બેટરીમાં પરિવર્તિત કરીને ઉર્જા ક્ષેત્રમાં મોટી ક્રાંતિની શરુઆત કરી છે. નિષ્ણાતો પણ માને છે કે સસ્તી, ટકાઉ અને પર્યાવરણ માટે ફાયદાકારક આ ટેકનીક ભવિષ્યની ઉર્જા  જરુરિયાતોને પુરી કરી શકે છે.

આ ટાવરમાં ભરવામાં આવેલી રેતી સોપસ્ટોનની બનેલી છે

હવે બેટરી માટે  લિથિયમની પણ જરુર નહી પડે, આ દેશે રેતીમાંથી ઉર્જા મેળવવાની  શરું કરી 2 - image

આ ટાવર ફિનલેંડના એક નાના શહેર પોર્નાઇનેનમાં બનાવવામાં આવ્યો છે. આ ઉર્જા ટાવર શહેરના કેન્દ્રીયકૃત ઉર્જા નેટવર્ક સાથે જોડાયેલ છે. ૨ મેગાવોટ ઉર્જા ડિસ્ચાર્જ કરવા માટે લગભગ ૨ કેબી વીજળીની જરુર પડે છે. સ્થાપિત બેટરી ૮ મેગાવોટ અવર (એમડબ્લ્યુએચ) ઉર્જા સંગ્રહિત કરી શકે છે અને ૦.૧ એમડબ્લ્યુ પર ગરમી મુકત કરી શકે છે જે લગભગ ૧૦૦ ઘરોને ૮૦ કલાક વીજળી આપવા માટે પુરતું છે. આ ટાવરમાં ભરવામાં આવેલી રેતી સોપસ્ટોનની બનેલી છે. આ રેતને ગરમ કરવા માટે નવીકરણીય ઉર્જા (વિંડ અને સોલાર)નો ઉપયોગ કરવામાં આવે છે. 

ઇલેકટ્રીક એર હીટરમાં હવાને ૬૦૦ સેન્ટિગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે.

બહારના વાતાવરણની કોઇ જ અસર ના થાય એવી ટેકનીકથી ટાવર તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટોરેજ સિસ્ટમમાં ત્રણ મુખ્ય ઘટકો છે. સેન્ડ સિલો, ઇલેકિટ્રકલ એર હીટર અને એર ટુ વોટર હીટ એકસચેન્જર, સેન્ડ સિલો ચાર્જ કરવા માટે ઇલેકટ્રીક એર હીટરમાં હવાને ૬૦૦ સેન્ટિગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ ગરમ હવાને સિલોની અંદર હીટ એકસચેન્જ પાઇપ અને બ્લોઅર્સનો ઉપયોગ કરીને ફેરવાય છે જેથી સિલોનો કેર પર રેતીનું તાપમાન સતત વધતું જાય છે.

હવે બેટરી માટે  લિથિયમની પણ જરુર નહી પડે, આ દેશે રેતીમાંથી ઉર્જા મેળવવાની  શરું કરી 3 - image

જયારે સ્ટોરેજ ડિસ્ચાર્જિગ સ્ટેજમાં પ્રવશે છે ત્યારે બ્લોઅર્સનો ઉપયોગ રેતીના સિલોની અંદર પાઇપમાં હવા પમ્પ કરવા માટે થાય છે.એક વાર હવા ૨૦૦ સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે તેને એર ટુ વોટક હીટ એકસચેન્જમાં ટ્રાન્સફર કરવામાં થાય છે જયાં તેનો ઉપયોગ પાણી ઉકાળવા માટે થાય છે પછી તેને હિટિંગ નેટવર્કમાં મોકલવામાં આવે છે. આ ટેકનિક જયાં શિયાળો અત્યંત લાંબો અને ઠંડો રહે છે ત્યાં ખૂબ ઉપયોગી છે. ગરમીની જયારે પણ જરુર પડે ત્યારે મેળવી શકાય છે. પર્યાવરણ માટેની સુરક્ષિત ટેકનિક વિકસિત કરવાનો દાવો કરતી કંપનીનું કહેવું છે કે બેટરી ફોન જેવા ઉપકરણ કરતા પણ વધારે ચાલે છે. મોંઘા લિથિયમ કે જટિલ ઉપકરણોની જરુર પડતી નથી. 

લિથિયમનો સ્ટોક મર્યાદિત છે જયારે રેત કયારેય ખુટવાની નથી 

હવે બેટરી માટે  લિથિયમની પણ જરુર નહી પડે, આ દેશે રેતીમાંથી ઉર્જા મેળવવાની  શરું કરી 4 - image

બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનું નવીનીકરણ કરવા અને લોકપ્રિય બનાવવા પ્રયાસ ચાલી રહયા છે ત્યારે ફિનલેંડનો પ્રયોગ પ્રેરણા આપનારો છે કારણ કે વિશ્વના ઉર્જા સ્ત્રોતનો અડધો ભાગ ગરમી દ્વારા જ વપરાય છે. ત્યાર બાદ પરિવહન ૩૦ ટકા અને વીજળી સ્વરુપે ૨૦ ટકાનો સમાવેશ થાય છે. હાલામાં વિશ્વની ૮૦ ટકા ઉર્જા કનિષ્ઠ અશ્મિભૂત ઇંધણમાંથી આવે છે. હાલમાં બેટરી માટે લિથિયમનો સર્વાધિક ઉપયોગ થાય છે.

લિથિયમનો સ્ટોક સિમિત હોવાથી આ બેટરીનું ભવિષ્ય ચિંતા પેદા કરે તેવું છે જયારે રેતથી બેટરી બનતી હોયતો રેતનું પ્રમાણ પુષ્કળ છે અને ખૂબ સરળતાથી મળી રહે છે. પરંપરાગત લિથિયમની સરખામણીમાં રેતનો ઉર્જા સ્ટોર તરીકે ઉપયોગ કરવાનો વિચાર જ અદ્ભૂત લાગી રહયો છે.  નિષ્ણાતોનું માનવું છે કે જો આ ટેકનીક સફળ રહી તો પરંપરાગત બેટરીને બદલી નાખશે એટલું નકકી છે.