ટ્રમ્પને નહીં : વેનેઝૂએલાનાં મારિયા કોરિના મચાડોને 2025નું 'નોબેલ-પીસ-પ્રાઇઝ'

- ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયર અને રાજકારણી મચાડોએ એકાધિકારવાદ સામે સતત લડી રહ્યા છે, દેશનિકાલની ધમકી, હત્યાના પ્રયાસો પ્રતિબંધો રહ્યા છે
નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ નહીં, વેનેઝૂએલાનાં મારિયા કોરિના મચાડોને ૨૦૨૫નું 'નોબેલ-પીસ-પ્રાઇઝ'એનાયત થયું છે. વ્યવસાયે ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયર, અને રાજકારણી તેમાં મારિયા, એકાધિકારવાદ સામે સતત સંઘર્ષ આપનારાઓ માટે તો 'સમુદ્ર-દીપ' (દીવાદાંડી) સમાન બની રહ્યાં છે.
તેઓએ દેશનિકાલની ધમકી, હત્યાના પ્રયાસો અને અનેકવિધ રાજકીય પ્રતિબંધો વચ્ચે પણ લોકશાહી, માનવ અધિકારો અને મુક્ત ચૂંટણીઓ માટે વેનેઝૂએલામાં સતત સંઘર્ષ ચલાવ્યો છે.
૭ ઓક્ટોબર ૧૯૬૭નાં દિને વેનેઝૂએલાનાં પાટનગર કારાકાશમાં જન્મેલાં આ અનિરૂદ્ધ મહિલાએ દેશના એકાધિકારવાદી પ્રમુખ આવેઝ માદુરોનાં શાસન સામે સતત લડત આપી છે. તેઓએ 'સુમેતે-વેજો-વેનેઝૂએલા' પ્રાસ-રૂટ-કેમ્પેઇન (ભૂમિગત આંદોલન) ઉઠાવ્યું છે, તેઓની પ્રતિબદ્ધતાથી લાખ્ખો લોકો અંજાઈ ગયા છે, તેઓ તેમને આશાના 'સમુદ્ર-દ્વીપ' (દીવાદાંડી) રૂપે જુએ છે.
મચાડોએ, ૨૦૦૨માં 'સુમેટ' નામક સંસ્થાની સ્થાપના કરી તેનું કાર્ય ચૂંટણી પ્રક્રિયા ઉપર ધ્યાન રાખવાનું હતું. તેમજ વેનેઝૂએલામાં પારદર્શિતા લાવવાનું હતું. બસ ત્યારથી તેઓ દેશમાં સૌથી વધુ સ્પષ્ટ બોલનારાં અને સૌથી વધુ પ્રભાવશાળી નેતા તરીકે લાખ્ખો લોકોના આરાધ્યા બની રહ્યાં. તેઓને સરકાર દ્વારા ધાક-ધમકીઓ પણ અપાઈ હતી, અને રાજકીય રીતે પણ રૃંધવાના પ્રયાસો કરાયા હતા.
વેનેઝૂએલામાં વિરોધ પક્ષોનું સંકલન કરી, લોકશાહી મૂલ્યોનાં જતન માટે તેઓની વિશ્વભરમાં સરાહના થઈ રહી છે.
તેઓને મળેલાં સન્માનોની યાદી તો ઘણી લાંબી છે. તે પૈકી કેટલાક મહત્વનાં સન્માનો અહીં આપીએ છીએ. (૧) ૨૦૨૪માં તેઓને 'વેકલાવ હ્યુમન રાઇટસ્-પ્રાઇઝ' એનાયત કરાયું. (૨) સાખારોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઓફ થોટ. (૩) લિબરલ ઈન્ટરનેશનલનું 'પ્રાઇઝ-ફોર-ફ્રીડમ' પણ એનાયત થયું છે.
'ટાઇમ' મેગેઝિને તેઓને ૨૦૨૫ના ૧૦૦ સૌથી વધુ પ્રભાવશાળી, વ્યક્તિઓમાં સ્થાન અપાયું છે.
બીબીસીએ, ૨૦૧૮નાં ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન આપ્યું હતું.
તેઓ એક ડીવોર્સી છે, તેઓને ૩ બાળકો છે. ત્રણે બાળકોને સલામતીની દ્રષ્ટિએ વિદેશમાં મોકલી દીધાં છે.








