Get The App

રશિયા સાથે માત્ર યુક્રેને જ નહી પરંતુ સમગ્ર દુનિયાએ લડવું પડશે, ઝેલેંસ્કીએ કર્યુ આહ્વવાન

રશિયાએ ફૂડ, એનર્જી અને બાળકો વિરુધ પણ હથિયારોનો ઉપયોગ કર્યો છે

તમામ વર્લ્ડ લિડર્સને ભેગા મળીને લડાઇ રોકવાની અપીલ કરી

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
રશિયા સાથે માત્ર યુક્રેને જ નહી પરંતુ સમગ્ર  દુનિયાએ લડવું પડશે, ઝેલેંસ્કીએ કર્યુ આહ્વવાન 1 - image


ન્યૂયોર્ક,૨૧ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેસ્કીએ યુએન જનરલ એસેમ્બલીમાં સંબોધતા જણાવ્યું છે કે રશિયા સાથેની લડાઇ માત્ર યુક્રેનની નહી પરંતુ સમગ્ર દુનિયાની છે. આ લડાઇ માત્ર યુક્રેને જ નહી પરંતુ સમગ્ર દુનિયાએ સાથે મળીને લડવી પડશે.

રશિયા સમગ્ર દુનિયાને યુધ્ધમાં હોમી રહયું છે. રશિયા હવે પછી બીજા કોઇ પણ દેશ પર હુમલો કરવાની કોશિષ ના કરે તે માટે લડાઇ લડી રહયા છીએ. કોલ્ડ વોર પછી યુક્રેન નહી પરંતુ રશિયાને ન્યૂકલિઅર વેપેન્સમાંથી દૂર કરવાની જરુર હતી. આ આતંકવાદી પ્રકારની લિડરશીપને પરમાણુ હથિયારો રાખવાનો કોઇ જ અધિકાર નથી. રશિયાએ યુક્રેન સરકાર નહી પરંતુ ફૂડ, એનર્જી અને બાળકો વિરુધ પણ હથિયારોનો ઉપયોગ કર્યો છે. રશિયાએ નફરતને જ એક હથિયાર બનાવી દીધું છે આવો દેશ કયારેય થોભવાનું નામ લેતો નથી.

રશિયાનો ઇરાદો યુક્રેનને આંતરરાષ્ટ્રીય સ્તરે અને નિયમોની વિરુધ હથિયાર તરીકે ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેેંલેસ્કીએ પીસ સમિટની જાહેરાત કરી જેમાં તમામ વર્લ્ડ લિડર્સને ભેગા મળીને લડાઇ રોકવાની અપીલ કરી હતી. ઝેંલેસ્કીએ પોતાના પીસ પ્લાનને માત્ર યુક્રેન જ નહી દુનિયાના ભલા માટે પણ જરુરી ગણાવ્યો હતો. રશિયા સતત પરમાણુ હુમલાની ધમકી આપે છે. તે આની દુનિયા પર શું અસર થશે એનો કોઇ જ વિચાર કરવામાં આવતો નથી. 

Tags :