- સુદાનના બે ભાગ થયા છે ઉત્તરે મુસ્લિમો, દક્ષિણે ખ્રિસ્તીઓ છે
- અમેરિકાએ બુર્હાની અને તેના દળો ઉપર અનેકવિધ પ્રતિબંધો મુક્યા છે : તે બધા ઉપર વૉર ક્રાઇમ્સના આક્ષેપો કર્યા છે
વોશિંગ્ટન : અમેરિકાએ સુદાનીઝ આર્મ્ડ ફોર્સીઝ (એસએએફ)ના વડા અબ્દેલ ફત્તાહ અલ બુર્હાનની અને તેના સાથીઓ ઉપર અનેકવિધ પ્રતિબંધો મુકયા છે. આ અંગે આજે પ્રસિદ્ધ કરેલા એક વિશેષ નિવેદનમાં અમેરિકાના વિત્ત મંત્રાલયે જણાવ્યું હતું કે, ટ્રેઝરીની ઓફીસ ઓફ ફોરેન એપેટસ કંટ્રોલ (ઓએફએસી) એ બુર્હાન અને તેના કેટલાક સાથીઓ ઉપર સુદાનને અસ્થિર કરવાના અને તે દેશને લોકશાહી માર્ગેથી વિચલિત કરી રહ્યા છે. આ પૂર્વે જાન્યુ. ૭, ૨૦૨૫ના દિને પણ મોહમ્મદ હમદાન ડાગ્લો મૌસા ઉપર પણ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઓએફએસીએ ઉત્તર સુદાનની એક કંપની અને તેના માલિક ઉપર પણ શસ્ત્ર ઉત્પાદન અને શસ્ત્ર પ્રાપ્તિ ગેરકાયદે કરવા માટે આર્થિક પ્રતિબંધો મુકયા છે. તેમ અમેરિકાના વિત્ત મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી વૉલી એડયામોએ કહ્યું હતું કે, સુદાનમાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અમેરિકા પ્રતિબદ્ધ છે.
મહાન નદી નાઈલ સુદાનમાંથી વહે છે. તેને બ્લ્યુ-નાઈલ ખાર્ટુમની (પાટનગરની) દક્ષિણે મળે છે. બ્લ્યુનાઈલ થી ઉપરનો ભાગ મુસ્લિમ બહુમતી ધરાવે છે, જ્યારે દક્ષિણનો ભાગ ખ્રિસ્તી બહુમતીવાળો છે. બંને ભાગ વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલે છે.
ઉત્તરે બુર્હાનનું સૈન્ય હવાઈદળ નાગરિકો, શાળાઓ અને હોસ્પિટલો તથા માર્કેટસ ઉપર પણ બોંબ વર્ષા કરે છે. પરિણામે બુર્હાન અને તેના સૈન્ય ઉપર વોર ક્રાઇમના આક્ષેપો માત્ર અમેરિકામાંથી જ નહીં, દુનિયાભરમાંથી થઈ રહ્યા છે.


