Get The App

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
North Korea viral photos


North Korea's Stunning Beach : કિમ જોંગ ઉનની તાનાશાહીના કારણે અવારનવાર ચર્ચામાં રહેતું નોર્થ કોરિયા હવે પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં છવાયું છે. નોર્થ કોરિયાની તસવીર વાઈરલ થતાં લોકો ચોંકીને કહી રહ્યા છે કે આ દેશ આટલો સુંદર હશે તે અમે વિચાર્યું નહોતું. તાનાશાહ કિમ જોંગ ઉને વોનસાન કલમા નામના પર્યટન સ્થળની શરૂઆત કરાવી છે. 

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 2 - image

બીચ પર જ અનેક સુવિધાઓ 

નોર્થ કોરિયાના દરિયા કિનારે હોટલ અને રિસોર્ટની શરૂઆત થઈ છે. જેમાં 54 હોટલ, બીયર પબ, થિયેટર સહિતની અનેક સુવિધાઓ છે.

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 3 - image

કિમ જોંગ ઉન આ શહેરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંગે છે અને તેના માટે પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 4 - image

5 કિમી સુધી ફેલાયેલા આ રિસોર્ટમાં ઈનડોર અને આઉટડોર વોટરપાર્ક, ગોલ્ફ કોર્સ, અનેક શોપિંગ મોલ તથા રેસ્ટોરન્ટ, પાંચથી વધુ બિયર પબ, વીડિયો ગેમ આર્કેડ જેવી અનેક સુવિધાઓ છે.

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 5 - image

કુલ 54 હોટલ બનાવવામાં આવી છે, જેમઆ 20 હજાર જેટલા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2018માં શરૂ થઈ હતી.

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 6 - image

આગામી પહેલી જુલાઈથી આ રિસોર્ટ ટુરિસ્ટો માટે ખૂલી જશે.

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 7 - image

રશિયાએ મદદ કરી હોવાનો દાવો 

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર નોર્થ કોરિયાના બીચના વિકાસ કાર્યમાં રશિયાએ મદદ કરી હતી. પર્યટન ઝોનના લોકાર્પણ કાર્યક્રમમાં પણ રશિયાથી વિશેષ મહેમાન નોર્થ કોરિયા પહોંચ્યા હતા.

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા, બીચ પર 54 હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક 8 - image

હાલ તો નોર્થ કોરિયામાં રશિયાના નાગરિકોને જ આવવાની અનુમતિ છે. પણ માનવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે અન્ય દેશોના પર્યટકોને પણ અનુમતિ અપાશે.  

તસવીરો: IANS


Tags :