Updated: Mar 18th, 2023
![]() |
Image : Twitter |
અમદાવાદ, 18 માર્ચ 2023, શનિવાર
દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા માટે ઉત્તર કોરિયા દરરોજ નવા દાવપેચ અપનાવી રહ્યું છે. ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ દક્ષિણ કોરિયા અને અમેરિકાને ચેતવણી આપી છે. ઉત્તર કોરિયાએ મોટો દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના આઠ લાખ લોકો અમેરિકા વિરુદ્ધ યુદ્ધ માટે સ્વયં સેનામાં જોડાવા ભાગ લીધો હતો. આમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કામદાર વર્ગનો પણ સમાવેશ થાય છે.
#NorthKorea claims that about 800,000 of its citizens volunteered to join or reenlist in the nation's military to fight against the United States pic.twitter.com/wt0i0oobVb
— DD News (@DDNewslive) March 18, 2023
ઉત્તર કોરિયાએ ICBM લોન્ચ કરી હતી
આ અગાઉ ઉત્તર કોરિયાએ હવાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ ઉત્તર કોરિયાએ કોરિયન પેનિનસુલા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં ICBM છોડી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવા ટોક્યો જવાના હતા ત્યારે ઉત્તર કોરિયાએ આ કામ કર્યું હતું. ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલો પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ પ્રતિબંધ છે અને પ્રક્ષેપણને સિઓલ, વોશિંગ્ટન અને ટોક્યોની સરકારો તરફથી નિંદા કરવામાં આવી હતી. બીજી તરફ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ તણાવ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાને જવાબદાર ઠેરવ્યા છે.
ઉત્તર કોરિયાએ ICBM દ્વારા ચેતવણી આપી હતી
ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તેણે અમેરિકા અને દક્ષિણ કોરિયાને સખત ચેતવણી આપવા માટે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ ફરી એકવાર અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણાવી છે. બંને દેશો મોટા પાયા પર આક્રમક દાવપેચ ગોઠવીને તેને ભડકાવી રહ્યા છે. ઉત્તર કોરિયાએ હ્વાસોંગફો-17 નામની ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.