ઉ.કોરિયા વહેલામાં વહેલી તકે યુદ્ધ જહાજો ઉપર ન્યૂક્લિયર મિસાઈલ્સ ગોઠવવા માંગે છે : રીપોર્ટ
- કીમ પોતે જ નવા શસ્ત્રોનાં પરીક્ષણ સમયે હાજર રહે છે : તેઓએ નવા યુદ્ધ જહાજ 'ડ્રેગન'નું પણ પરીક્ષણ કર્યું
પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાએ ૫૦૦૦ ટનના ડીસ્ટ્રોયર શ્રેણીનું યુદ્ધ જહાજ 'ચોએ-હયોન' તરતું મૂક્યું છે. કેટલાક એક્ષપર્ટસનું માનવું છે કે તે ટૂંકા અંતરના પરમાણુ મિસાઇલ્સ પણ ધરાવતું હશે.
ઉનને શસ્ત્રો બહુ જ ગમે છે. શસ્ત્રોનાં પરીક્ષણ સમયે તેઓ ત્યાં પહોંચી જ જાય છે અને નવા નવા શસ્ત્રો ઉપયોગમાં લેવાતા જુવે છે, તેની કાર્યક્ષમતા કેટલી છે તે પણ જુવે છે. તેઓએ હવે ઉ.કોરિયાનાં યુદ્ધ જહાજો ઉપર વહેલામાં વહેલી તકે પરમાણુ શસ્ત્રો ધરાવતાં મિસાઇલ્સ ગોઠવવા કહી દીધું છે.
આજે તેઓ નવા વોરશિપ 'ડ્રેગન' પરની નવી 'વોરશિપ-વેપન-સીસ્ટીમ'નું પહેલું પરીક્ષણ જોવા પોતાની પુત્રી સાથે પહોંચી ગયા હતા. (એમ મનાય છે કે તેઓ તેમની સૌથી નાની પુત્રીને તેમની 'વારસ' બનાવશે).
આ 'વોર શિપ વેપન-સીસ્ટીમ' એવી સીસ્ટીમ છે કે, જે ટાર્ગેટ પર હુમલો કરવા તેમજ દુશ્મન જહાજને તબાહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
આ વિકેન્ડમાં નોર્થ કોરિયાએ ૫૦૦૦ ટનની ડીસ્ટ્રોયર શ્રેણીની યુદ્ધ નૌકા ઓએ-હ્યોન તરતી મુકી હતી તે અંગે કેટલાક એક્ષપર્ટસનું અનુમાન છે કે, તે ટૂંકા અંતરના પરમાણુ શસ્ત્ર વહી શકે તેવાં મિસાઇલ્સ ધરાવતું હશે.
આ અંગે સાઉથ કોરિયાનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તે અમેરિકાનાં સહયોગમાં નોર્થ-કોરિયાનાં યુદ્ધ જહાજોની નિર્માણ સહિત અન્ય ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખી રહ્યું છે.