ટ્રમ્પની દ. કોરિયાની મુલાકાત પૂર્વે થોડા જ કલાકે ઉ. કોરિયાએ ખતરનાક મિસાઈલનું પરિક્ષણ કર્યું

- 'દુનિયામાં બે જ મહાસત્તાઓ છે' : ઈઝરાયેલ અને ઉ. કોરિયા
- હાઈપરસોનિક ન્યુકિલયર હેડવામાં મિસાઈલનું પરિક્ષણ કરી ઉ. કોરિયા, દ. કોરિયાને ડરાવવાનો દાવ ખેલી રહ્યું છે
નવી દિલ્હી : વિશ્લેષકો વ્યંગમાં કહે છે, 'દુનિયામાં બે જ મહાસત્તાઓ છે' - ઉત્તર કોરિયા અને ઈઝરાયલ. આ શબ્દો અક્ષરશ: સાચા પડતા હોય તેમ ઈઝરાયલે હજી હુમલા તદ્દન બંધ નથી કર્યા તો બીજી તરફ ઉ. કોરિયા એ તેનાં હાયપરસોનિક (અવાજ કરતાં પાંચ ગણી ઝડપે જતાં) મિસાઈલ્સનું પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણનો સમય વિચારણીય છે. પ્રમુખ ટ્રમ્પ દ. કોરિયાના ગ્યોંગજુમા યોજાનારી એશિયા-પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન (એપીઈસી)ની પરિષદમાં હાજરી આપવા ઉ. કોરિયા પહોંચે તેના થોડા કલાકો પૂર્વે જ ઉ. કોરિયાએ આ પરીક્ષણ કર્યું હતું.
આ પરિક્ષણ અંગે ઉત્તર કોરિયાની કોરિયા ન્યૂઝ એજન્સી (કેપીએનએ) એ જણઆવ્યું હતું કે, અમારી ન્યુકિલયર આર્મ મિલિટરીનું ઓપરેશનલ સ્ફીયર વધારવા આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તે હાઇપર સોનિક - ન્યુકલિયર વોર હેફ મિસાઇલ અમારા વિરોધીઓને ચેતવણી આપવા કરવામાં આવ્યું હતું.
ઉ. કોરિયાના સરમુખત્યાર કિમ-જોંગ ઉને વરિષ્ઠ સેના અધિકારી પાક જોંગ યોનની હાજરીમાં તેની બે ડીસ્ટ્રોયર્સ, યો હીયોન, અને કાંગ કોન ઉપરથી વહેતા મુકવામાં આવ્યા હતા અને તે નિર્ધારિત સમયમાં નિર્ધારિત નિશાન પર બરોબર ત્રાટકયા હતા.
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા પાસે ૧૨૫૦૦ માઇલ સુધી (પૃથ્વીના ગોળાના અર્ધા અંતર સુધી) પહોંચી શકે તેવા PLBMS છે. તેની પ્રહાર ત્રિજયામાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન, બાલ્ટીમોર અને છેક દક્ષિણનું માયામી પણ આવી જાય છે. તેથી તે બધાને ધમકાવ્યા કરે છે.









