તાનાશાહની 'લાડલી' હવે બનશે બોસ! કિમ જોંગ ઉને 13 વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

North Korea Successor : ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે(NIS) કહ્યું છે કે, સર્વોચ્ચ નેતાએ પોતાની લગભગ 13 વર્ષની પુત્રી ‘કિમ જૂ-એ’ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી કિમ જૂ-એ પિતા સાથે અનેક મોટા કાર્યક્રમોમાં જોવા મળી છે.

મિસાઇલ પરીક્ષણ સહિત અનેક કાર્યક્રમોમાં કિમ જૂની હાજરી
કિમ જોંગ ઉન (Kim Jong Un) તાજેતરમાં જ ચીનના બેઇજિંગની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમની સાથે પુત્રી જૂ પણ જોવા મળી હતી. NISએ અનેક ઉદાહરણોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, દેશમાં મિસાઇલ પરીક્ષણ અને સૈન્ય પરેડ સહિતના સત્તાવાર કાર્યક્રમોમાં કિમ જૂની સતત હાજરી વધી છે.

ઉત્તર કોરિયામાં યોજાશે સૌથી મોટો રાજકીય કાર્યક્રમ
ઉત્તર કોરિયામાં ઉત્તરાધિકારી તરીકે મહિલાની પસંદગીથી ઇતિહાસ રચાયો છે. કારણ કે અત્યાર સુધીમાં માત્ર પુરુષની જ પસંદગી થતી હતી. દર પાંચ વર્ષની જેમ આ મહિનાના અંતે નોર્થ કોરિયાના પાર્ટી કોંગ્રેસનો સૌથી મોટો રાજકીય કાર્યક્રમ યોજાવાનો છે, જેના કિમ જૂ ભાગ લેશે કે નહીં, તેના પર સૌની નજર છે.

કિમ જૂ-એ કોણ છે?
મીડિયા રિપોર્ટ મુજબ, કિમ જૂ-એ(Kim Ju Ae History)નો જન્મ 2010માં થયો છે. ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે કિમ જૂની ઉંમર જાહેર કરી નથી. કારણ કે નાગરિકોને ક્યારેક જ શાસક પરિવારની માહિતી આપવામાં આવે છે. કિમ માત્ર દેશમાં જ નહીં, વિદેશના અનેક કાર્યક્રમોમાં જોવા મળી છે. કિમ જૂ સપ્ટેમ્બરમાં પિતા સાથે ચીન ગયા બાદ વધુ ચર્ચામાં આવી છે.
ઘરે જ મેળવ્યું શિક્ષણ
ઉત્તર કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસનો દાવો છે કે, કિમ જૂ-એ કોઈ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કર્યો નથી, પરંતુ તેણે પ્યોંગયાંગમાં પોતાના ઘરે જ શિક્ષણ મેળવ્યું છે. તેણીને ઘોડેસવારી, સ્કીઇંગ અને તરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જ્યારે કિમ જોગ ઉન 2022માં એક મિસાઇલ લોન્ચિંગ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા, ત્યારે તેમની સાથે તેમની પુત્રી પણ પ્રથમવાર જાહેરમાં જોવા મળી હતી. ત્યારબાદ તે અનેક કાર્યક્રમોમાં જોવા મળી છે.
આ પણ વાંચો : વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે









