ઉત્તર કોરિયાએ કહ્યું : કીમ-ટ્રમ્પ મૈત્રી સ્વીકાર્ય છે પરંતુ અમે પરમાણુશસ્ત્રો તો બનાવતાં જ રહેશું
- ઉત્તર કોરિયાનાં સર્વે-સર્વા કીમ-જોંગ-ઊનનાં બહેન કીમ-ઓ-જુંગે રાજદ્વારી ગતિ વિધીની વાત ફગાવતાં કહ્યું : અમને પરમાણુ સત્તા તરીકે સ્વીકારો
પ્યોગ્યાંગ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પોતાના અને કીમ-જોંગ-ઊનના અંગત સંબંધોને યાદ કરી આશા વ્યક્ત કરી હતી કે, હવે બંને વચ્ચે પરમાણુ શસ્ત્રો સંબંધે રાજદ્વારી ગતિવિધી શરૂ થઈ શકશે.
અમેરિકાની આ ઇચ્છા પર પાણી ફેરવતાં કીમ-જોંગ-ઊનનાં સમર્થ બહેન કીમ-યો-જોંગે વોશિંગ્ટનની આ દરખાસ્તને ફગાવી દેતાં કહ્યું હતું કે, ''વોશિંગ્ટને પહેલાં ઉત્તર કોરિયાને એક પરમાણુ સત્તા તરીકે સ્વીકારવું જ જોઈએ, તે પછી જ કોઈ પણ સ્તરે રાજદ્વારી કે અન્ય સ્તરે પરમાણુ કાર્યક્રમ વિષે મંત્રણા થઈ શકે અને નવા અભિગમનથી મંત્રણા શરૂ કરવી પડે.
કીમ-યો-જોંગનું આ નિવેદન દર્શાવે છે કે, ઉત્તર કોરિયા ત્યારે જ મંત્રણા માટે તૈયાર થશે કે, જ્યારે અમેરિકા તેને પરમાણુ સત્તા છેવટે આંશિક પરમાણુ સત્તા તરીકે સ્વીકારે.
ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ પદે આવ્યા ત્યાર પછી સિંગાપુરમાં કીમ સાથે તેમણે ઉત્તર કોરિયાનાં પરમાણુ શસ્ત્રો વિષે ચર્ચા કરી જ હતી. તે સમયે ૨૦૧૮-૧૯માં રાજદ્વારી કુનેહ બંને માટે તરાજુના-તોલ સમાન હતી. તે સમયે કીમ-જોંગ-ઊને પ્રસ્તાવ મુક્યો હતો કે ઉ.કોરિયા ઉપર અમેરિકાએ મુકેલા અનેક વિધ પ્રતિબંધો તત્કાળ ઊઠાવી લેવા તે પછી જ તેઓ તેમનો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ અટકાવશે. જે અમેરિકાને સ્વીકાર્ય બને તેમ ન હતું. આથી કીમ-જોંગ-ઊનનાં બહેન કીમ.યો.જોંગે વધુ મંત્રણા માટેની અમેરિકાની દરખાસ્ત ફગાવી દેવા ઊનને કહ્યું અને મંત્રણાનો બીજો દોર શરૂ થાય તે પહેલાં પ્યોગ્યાંગ ચાલ્યા જતા કહ્યું ત્યારથી આ મંત્રણા ઠપ્પ થઈ છે.