Kim Jong-un's daughter visits State Mausoleum: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊનની 13 વર્ષની જ પુત્રી કીમ-જુ-એ તેમનાં પિતૃઓની કબરો જ્યાં છે, તે મકબરાની મુલાકાતે તેનાં માતા અને પિતાની સાથે ગઈ હતી. આ ઉપરથી વિશ્લેષણકારો માને છે કે, કીમ-જુ-એ ને ઉન તેના વારસ તરીકે તૈયાર કરી રહ્યાં છે.
ગુરૂવારે ખ્રિસ્તી નવ વર્ષના પ્રારંભના દિવસે તે તેના પિતાની સાથે કુટુમ્બના મકબરાએ પહોંચી હતી. આ સ્થળ ઉત્તર કોરિયામાં ઉનના કુટુમ્બના 100થી વધુ વર્ષનાં શાસનને જાણે કે કાનૂની માન્યતા આપે છે. પ્યોગ્યાંગના કુમસુસાન પેલેસમાં ઉનના પિતાશ્રી કીમ જોંગ ઈલ અને પિતામહ કીમ-ઈલ-સુંગની કબરો છે.
તે સર્વવિદિત છે કે, 1948માં કીમ-ઈલ-સુંગે ઉત્તર કોરિયામાં રશિયાના સ્ટાલિનનાં સૈન્યની મદદથી સામ્યવાદી શાસન સ્થાપ્યું હતું. તેની દક્ષિણ તરફની આગેકૂચ જન. મેકાર્થીમાં નેતૃત્વ નીચે અમેરિકી દળોએ અટકાવી હતી.
દક્ષિણ કોરિયાની સેજોંગ ઈન્સ્ટીટયુટ નામક ખાનગી વિશ્લેષણકાર સંસ્થાના નાયબ વડા સીઓંગ ચાંગ જણાવે છે કે, દર વર્ષે મહત્વની તારીખોએ કીમ-જોંગ-ઉન તેમના પૂર્વજો તે મકબરાએ જઈ આશીર્વાદ માગે છે.
કીમ-જોંગ-ઊને તેમની વહાલી પુત્રી 'એ'ને 'વર્ક્સ પાર્ટી'માં બીજા ક્રમનું પદ પણ અપાવ્યું છે. પાર્ટીની મહાસભામાં તે અંગે નિર્ણય લેવાયો હતો.
હવે વર્કસ પાર્ટીનાં સંચાલક મંડળમાં પણ ફેરફાર થવા સંભવ છે, તેમ દક્ષિણ કોરિયાની ગુપ્તચર સંસ્થા જણાવે છે. 'એ' નવેમ્બર 2022માં સૌથી પહેલાં જાહેરમાં આવી હતી ત્યારે તે મિલિટરી પેરેડમાં અને મિસાઇલ લોં અંગ સમયે તેમના પિતાની સાથે દેખાઈ હતી. તે પછી સપ્ટેમ્બરમાં તે તેના પિતાની સાથે બૈજિંગમાં જોવા મળી હતી.


