દ. કોરિયા- અમેરિકા વચ્ચે મંત્રણા ચાલતી હતી ત્યારે જ ઉ. કોરિયાએ મિસાઇલ પરીક્ષણ કર્યું : દ. કોરિયા- અમેરિકાના સેનાપતિઓની મીટીંગને વખોડી
પ્યોંગ્યાંગ: અમેરિકી વિમાન વાહક જહાજ, દક્ષિણ કોરિયાની મુલાકાતે અન્ય ત્રણ યુદ્ધ જહાજો સાથે દ. કોરિયાના બોસાન્ડ બંદરે પહોંચતા ઉત્તર કોરિયા ધુંધવાયું છે તેના સંરક્ષણ મંત્રી ગો ક્વાંગ યોલે આ સાથે દક્ષિણ કોરિયાને ખુલ્લી 'ચેતવણી' આપી દીધી છે અને અમેરિકા- દ. કોરિયા વચ્ચે સંરક્ષણ મંત્રણાઓ ચાલતી હતી તે દરમિયાન જ તેણે પૂર્વ પેસિફિકમાં બેલાસ્ટિક મિસાઇલનો પ્રયોગ કર્યો હતો.
બીજી તરફ અમેરિકાએ ઉ. કોરિયાની કેટલીક વ્યક્તિઓ ઉપર સાયબર દ્વારા મની લોન્ડરિંગ કરવાના પણ આક્ષેપો મૂક્યા હતા.
જ્યારે ઉ. કોરિયાના સંરક્ષણ મંત્રીઓએ અમેરિકા અને દક્ષિણ કોરિયાના સેનાપતિઓએ સંયુક્ત રીતે બંને દેશોની સરહદની મુલાકાતની ઉગ્ર ટીકા કરી હતી. બીજી તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટે હેગાસેડે મંગળવારે જણાવ્યું હતુ કે, બંને દેશો વચ્ચેની સમજૂતી ઉત્તર કોરિયાને ચેતવણી આપવા માટે કરવામાં આવી છે. અમેરિકાએ દક્ષિણ કોરિયામાં તેની સૈન્ય ટુકડીઓ પ્રાદેશિક ધમકીઓનો સામનો કરવા તૈનાત રાખી છે.
ઉ. કોરિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, પરમાણું શક્તિ સંચાલિત વિમાન વાહક જહાજ 'જ્યોર્જ વૉશિંગ્ટન' દક્ષિણ કોરિયાના બુસાન લારામાં લાંગરવામાં આવ્યું હતું બંને દેશોના યુદ્ધ વિમાનોએ યુદ્ધ-કવાયત પણ કરી હતી. આ કાર્યવાહી આ પ્રદેશની સ્થિરતા અને શાંતિ માટે ભયાવહ છે. પરંતુ અમે ડરતા નથી.
અમેરિકા કહે છે કે, તે યુદ્ધ જહાજો પુરવઠો મેળવવા અને સૈનિકોને આરામ આપવા માટે ત્યાં બાંધવામાં આવ્યા હતા તેનો હેતુ કોઈને ડરાવવાનો ન હતો.


