કેમેસ્ટ્રીનો નોબેલ પારિતોષિક 3 વિજ્ઞાનીઓના ફાળે, મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્કસ પર કર્યુ હતું સંશોધન
જાપાનના સુસુમુ કિતાગાવા અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન અને અમેરિકાના ઓમર એમ યાગીને નોબેલની જાહેરાત
મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્કસ ધાતુ આયનો અને ઓર્ગેનિક અણુઓએ અંગે સંશોધન

રસાયણ વિજ્ઞાનનું નોબેલ પોરિતોષિક જાપાનના સુસુમુ કિતાગાવા અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન અને અમેરિકાના ઓમર એમ યાગીને મળ્યું છે. સ્વીડિશ રોયલ એકેડમી ઓફ સાઇંસેઝ આ સન્માન તેમને મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્કસના વિકાસ માટે આપવામાં આવ્યો છે. આ એવા ક્રિસ્ટલીય પદાર્થ જે ધાતુઓ અને ઓર્ગેનિક અણુઓ મળીને બને છે. આ અણુઓ ગેસ, દવાઓ અને રસાયણોના ભંડારણ અને શુધ્ધિકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્કસ ધાતુ આયનો અને ઓર્ગેનિક અણુઓના સંયોજનથી બને છે આની સૌથી મોટી ખાસિયત તેનો સ્ટ્રકચર છિદ્રોવાળું હોય છે આથી તરલ પદાર્થો કે અણુઓ અવશોષિત કરીને સંગ્રહિત કરી શકે છે. આ શોધથી ઉર્જા ભંડારણ,પર્યાવરણ શુધ્ધિકરણ,દવા વિતરણ અને ગેસ પૃથ્થકરણ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી છે.
આ શોધ થવાથી મટેરિયલ સાયન્સ અને રસાયણ શાસ્ત્ર એમ બંનેમાં શકયતા વધી ગઇ છે. વર્ષ ૧૯૦૧થી ૨૦૨૪ દરમિયાન ૧૯૫ વ્યકિતઓને ૧૧૬ રસાયણ વિજ્ઞાાન પુરસ્કાર મળ્યા છે. વર્ષ ૨૦૨૪નાં પુરસ્કાર સિએટલ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટીના જૈવ રસાયણ શાસ્ત્રી ડેવિડ બેકર અને લંડન સ્થિત બ્રિટિશ- અમેરિકી કૃત્રિમ બુધ્ધિમત્તા અનુસંધાન પ્રયોગશાળા, ગુગલ ડીપ માઇંડના કમ્પ્યુટર વૈજ્ઞાાનિક ડેમિસ હસાબિસ અને જોન જમ્પરને આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫માં પ્રથમ નોબલ પુરસ્કારની જાહેરાત થઇ હતી જેમાં મેડિસિનનો નોબેલ મેરી ઇ,બુ્રનકો, ફેડ રામસ્ડેલ અને ડૉ શિમોન સકાગુચીને પરિધિય પ્રતિરક્ષા સહિષ્ણુતાં સંબંધિત શોધ માટે આપવામાં આવ્યો હતો. મંગળવારના રોજ ફિઝિકસનો નોબેલ પુરસ્કાર જોન કલાર્ક,મિશેલ એક ડેવોરેટ અને જોન એમ.માર્ટિનિસને ઉપ પરમાણુ કવાંટમ ટનલિંગની વિચિત્ર દુનિયા પર સંશોધન માટે મળ્યો છે જે રોજબરોજના ડિજિટલ સંચાર અને કોમ્પ્યુટરિંગની શકિત વધારે છે.