World

પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે કોઈ મંત્રણા નહીં થાય: આયતુલ્લા ખામેની

By GS TEAM
25 Sep 20252 mins read
TukuTouch Logo
ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા ખામેનીએ ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે મંત્રણા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ટી.વી. ઉપર રાષ્ટ્રજોગ આપેલા વકતવ્યમાં તેમણે અમેરિકા ઉપર સતત 'હુમલા' કરતા કહ્યું છે કે 'જે પાર્ટી અમારી સામે (યુ.એસ.) આવી છે તે દરેક બાબતમાં વચનભંગ કરે છે, જુઠ્ઠું બોલે છે, લશ્કરી ધમકીઓ આપે છે. લોકોની હત્યાઓ કરાવે છે, પરમાણુ સંકુલો ઉપર બોમ્બ નાખે છે - તેવી પાર્ટી સાથે અમે મંત્રણા કરી શકીએ નહીં ત્યાં સમાધાન- કરારોની તો વાત જ ક્યાંથી થાય?'

Summarized by AI; it may make mistakes. Check important info

પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે કોઈ મંત્રણા નહીં થાય: આયતુલ્લા ખામેની

- જે પાર્ટી દરેક બાબતમાં વચન ભંગ કરે છે, જુઠ્ઠું બોલે છે, લશ્કરી ધમકીઓ આપે છે, લોકોની હત્યાઓ કરાવે છે અને પરમાણુ સંકુલો પર બોમ્બ ફેંકે છે તેની સાથે વાત કેમ થાય ?

તહેરાન : ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા ખામેનીએ ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે મંત્રણા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ટી.વી. ઉપર રાષ્ટ્રજોગ આપેલા વકતવ્યમાં તેમણે અમેરિકા ઉપર સતત 'હુમલા' કરતા કહ્યું છે કે 'જે પાર્ટી અમારી સામે (યુ.એસ.) આવી છે તે દરેક બાબતમાં વચનભંગ કરે છે, જુઠ્ઠું બોલે છે, લશ્કરી ધમકીઓ આપે છે. લોકોની હત્યાઓ કરાવે છે, પરમાણુ સંકુલો ઉપર બોમ્બ નાખે છે - તેવી પાર્ટી સાથે અમે મંત્રણા કરી શકીએ નહીં ત્યાં સમાધાન- કરારોની તો વાત જ ક્યાંથી થાય?'

આ પૂર્વે પણ મંગળવારે જ તહેરાને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, તે તેની પરમાણુ કાર્યવાહી અંગે વૉશિંગ્ટન સાથે સીધી મંત્રણા નહીં કરે. મંત્રણાનો તો હવે છેડો આવી ગયો છે. યુ.એન. જનરલ એસેમ્બલી સમયે ઇરાનના પ્રતિનિધિઓ યુરોપીય દશોના પ્રતિનિધિઓને મળ્યા હતા.

આ માહિતી આપતા 'અલ-જજીરા' જણાવે છે કે ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી, જર્મની અને ફ્રાંસ અને યુ.કે.ના વિદેશ મંત્રીઓને મળ્યા હતા. તેમજ યુરોપીય યુનિયનના ફોરેન- પોલિસી ચીફ કાજા કાલાસને પણ મળ્યા હતા તે ચર્ચા મહદઅંશે આગામી દિવસોમાં ઇરાન પર લાદવામાં આવનારા સંભવિત પ્રતિબંધો આસપાસ રહી હતી.

આ મંત્રણામાં 'ડેડ-લૉક' ત્યારે ઉપસ્થિત થયો કે જ્યારે ટ્રમ્પે યુ.એન. મહાસભામાં સ્પષ્ટ રીતે કહ્યું કે, ઇરાનને પરમાણુ શસ્ત્ર બનાવવા જ નહીં દઈએ. સાથે ઇરાનને, ત્રાસવાદ પોષનારો 'નંબર વન' દેશ પણ કહી દીધો.

આ પછી ખામેનીએ કહ્યું કે, 'અમેરિકાએ તો પહેેેલેથી જ મંત્રણાનું પરિણામ જણાવી દીધું છે. તેમાં તેમણે ન્યુક્લિયર એક્ટિવીટીઝને અને એન્રિચમેન્ટ બંધ કરવા કહ્યું છે. આ કોઈ મંત્રણા નથી હુકબાજી છે, ઉપરથી લદાયેલો ભાર છે.'

ખામેની તેમજ ટ્રમ્પના વિધાનો ઉપરથી સ્પષ્ટ બની જાય છે કે, ઇરાનના પરમાણુ કાર્યક્રમ રોકવા માટેની મંત્રણાઓ સફળ રહેવાની કોઈ સંભાવના દેખાતી નથી તેમ વિશ્લેષણકારોનું મંતવ્ય સર્વ સ્વીકૃત બની રહે તેમ છે.