Get The App

'જ્યાં સુધી ટેક્સ નહીં હટાવે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં...', કેનેડા અંગે ટ્રમ્પની મોટી જાહેરાત

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
'જ્યાં સુધી ટેક્સ નહીં હટાવે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં...', કેનેડા અંગે ટ્રમ્પની મોટી જાહેરાત 1 - image


Donald Trump on Canada : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો આગળ નહીં વધે. તેમણે કેનેડાને "ખરાબ વર્તન ધરાવતો" દેશ ગણાવ્યો.

શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ? 

તેમણે કહ્યું કે અમે કેટલાક ટેક્સ, ખાસ કરીને ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જે સોમવારથી લાગુ થવા જઈ રહ્યો છે અને એમેઝોન, ગૂગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓને તેનાથી અસર થશે. આ ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમને TikTok માટે ખરીદાર મળી ગયો છે, જે કેટલાક "ખૂબ જ ધનિક લોકો"નું જૂથ છે. હું લગભગ બે અઠવાડિયામાં આ જૂથનું નામ જાહેર કરીશ.

ઈરાન અંગે ફરી મોટો દાવો 

આ જ વાતચીતમાં, તેમણે ઈરાન વિશેના પોતાના જૂના દાવાઓનું પણ પુનરાવર્તન કર્યું. ટ્રમ્પે કહ્યું કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નાશ પામ્યો છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઈરાન ટૂંક સમયમાં કોઈ પરમાણુ બોમ્બ બનાવી શકશે નહીં. હું કહું છું કે ઈરાન નજીકના ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રો મેળવી નહીં શકે. અમારે તેમના પર હુમલો કરવો પડ્યો કારણ કે તેઓ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક હતા."

કેનેડાને પણ ચેતવણી

અગાઉ શુક્રવારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક સમાપ્ત કરવાની જાહેરાત પણ કરી હતી, જેમાં કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સને "અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો" ગણાવ્યો હતો. તેમણે ચેતવણી પણ આપી હતી કે આગામી સાત દિવસમાં કેનેડિયન માલ પર નવા ટેરિફની જાહેરાત કરવામાં આવશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ હજુ સુધી આ અંગે જાહેરમાં પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેમની સરકારે ડિજિટલ સર્વિસ ટેક્સના અમલીકરણનો બચાવ કર્યો છે.

Tags :