ઈરાનના નવા આર્મી ચીફનું મોત: ઈઝરાયલના દાવાથી મિડલ-ઈસ્ટમાં હડકંપ, યુદ્ધ વધુ ભીષણ બનશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Israel War Updates: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે. ઈઝરાયલની સેનાએ ઈરાનના હાલમાં નિમણૂક કરાયેલા ચીફ ઑફ સ્ટાફ અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડર પૈકી એક અલી શાદમાનીનું મિસાઈલ હુમલામાં મોત થયુ હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયલના આ દાવાથી મિડલ-ઈસ્ટમાં હડકંપ મચ્યો છે. ઈરાન તેનો બદલો લેવા ઈઝરાયલ વધુ જોર સાથે હુમલો કરે તેવી શક્યતાઓ વધી છે.
શાદમાની ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નજીકના સૈન્ય સલાહકાર હતા. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, તેમણે ઈરાનના એક સૈન્ય મથક પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાદમાની માર્યા ગયા છે. તેઓ થોડા સમય પહેલાં જ ઈરાનની ડિફેન્સ ફોર્સના ચીફ ઑફ સ્ટાફ બન્યા હતા. આ હુમલો તેહરાન નજીક સ્થિત એક કમાન્ડ પોસ્ટ પર થયો હતો.
ઈરાનની સત્તાવાર પુષ્ટી નહીં
ઈઝરાયલના આ દાવાની ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર ખાતરી આપી નથી. જો કે, તેણે ડિફેન્સ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી છે. અને જવાબી કાર્યવાહી કરવાની આશંકાઓ વ્યક્ત કરી છે.
ઈઝરાયલે 20 ટોપ કમાન્ડર માર્યા
IDF અનુસાર ,શાદમાની ઈરાનના સશસ્ત્ર સેનાના ઈમરજન્સી કમાન્ડ અને ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના કમાન્ડર હતાં. તેઓ ઈસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનની સેનાનું નેતૃત્વ કરતા હતાં. ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાનની યુદ્ધ યોજનાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હતાં. હાલમાં જ તેમની નિમણૂક થઈ હતી. ઈઝરાયલે 13 જૂને ઓપરેશન રાઈઝિંગ લાયન હાથ ધરી હુમલામાં ઈરાનના પૂર્વ મેજર જનરલ ગોલામ અલી રાશિદને માર્યા હતા. ઈઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવી કરવામાં આવેલા હુમલામાં ઈરાનની સેનાને મોટો ઝટકો વાગ્યો છે. ઈરાનના 20 ટોપ કમાન્ડર માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી APના અહેવાલ મુજબ છેલ્લા પાંચ દિવસમાં ઈઝરાયલના હુમલામાં ઈરાનના 400 લોકોના મોત થયા છે.








